આજે હિમાચલમાં વિધાનસભા ચૂંટણીઃ સવારે 8 કલાકથી મતદાન પ્રક્રિયા શરૂ, 12 જિલ્લાની 68 સીટનો થશે નિર્ણય

By: abpasmita.in | Last Updated: Thursday, 9 November 2017 8:11 AM
આજે હિમાચલમાં વિધાનસભા ચૂંટણીઃ સવારે 8 કલાકથી મતદાન પ્રક્રિયા શરૂ, 12 જિલ્લાની 68 સીટનો થશે નિર્ણય

શિમલાઃ પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને લઈને આજે વોટિંગ થઈ રહ્યું છે. રાજ્યની તમામ 68 વિધાનસભા સીટ પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટક્કર છે. મેદાનમાં 62 ધારાસભ્ય સહિત 337 ઉમેદવાર પોતાની કિસ્મત અજમાવી રહ્યા છે. મુખ્યમંત્રી વીરભદ્ર સિંહ, 10 મંત્રી, 8 મુખ્ય સંસદીય સચિવ, વિધાનસભાના ઉપાધ્યક્ષ જગત સિંહ નેગી, પૂર્વ મુખ્યમંત્રી પ્રેમ કુમાર ધૂમલ અને એક ડઝનથી વધારે પૂર્વ મંત્રી સહિતના ઉમેદવાર મેદાનમાં છે.

હિમાચલ પ્રદેશની 68 વિધાનસભા સીટો માટે 50,25,941 જેટલા લોકો મતદાન આપશે, ગત વિધાનસભા ચૂંટણીમાં 459 ઉમેદવારોએ ચૂંટણી લડ્યા હતા, જેમા 425 પુરુષો અને 34 મહિલાઓ સામેલ હતી. આ વખતની ચૂંટણીમાં 338 ઉમેદવારો મૈદાનમાં ઉતરશે, જેમા 319 પુરુષો અને 19 મહિલાઓ છે.

સુરક્ષાને ધ્યાનમાં રાખતા હિમાચલ પ્રદેશના DGPએ જણાવ્યુ કે પોલીસના 11500 જવાન અને 6400 હોમગાર્ડ સજ્જ કરવામાં આવ્યા છે. અર્ધસૈનિક દળની 65 કંપનીઓ પણ આજે આ ચૂંટણી માટે ગોઠવી દેવાઈ છે.

First Published: Thursday, 9 November 2017 8:11 AM

ટોપ ફોટો

આજે ભારતીય ક્રિકેટર ભુવનેશ્વર કુમારના લગ્ન, પ્રભુતામાં પાડશે પગલા
ગેસ વિવાદ મુદ્દે હાઈ કોર્ટે મુકેશ અંબાણીને આપ્યો ઝાટકો, જાણો શું કહ્યું....
ફરી એકવાર મેદાન પર આમને-સામને થશે વીરેન્દ્ર સેહવાગ અને શોએબ અખ્તર
View More »

Related Stories

IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ
IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ

કોલકાતા: શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો કરવામાં આવી હતી. ટેસ્ટ મેચના

57 સિક્સર, 27 ચોગ્ગા સાથે બનાવ્યો વનડે ક્રિકેટનો સૌથી હાઈએસ્ટ સ્કોર, જાણો કોણ છે ક્રિકેટર
57 સિક્સર, 27 ચોગ્ગા સાથે બનાવ્યો વનડે ક્રિકેટનો સૌથી હાઈએસ્ટ સ્કોર,...

નવી દિલ્લી: સાઉથ આફ્રિકાના 20 વર્ષના ક્રિકેટર શેન ડેડ્સવેલે ક્લબ મેચ

LIVE Ind Vs SL: શિખર ઘવન, રાહુલની શાનદાર બેટિંગ, કોલકતા મેચ ડ્રો તરફ
LIVE Ind Vs SL: શિખર ઘવન, રાહુલની શાનદાર બેટિંગ, કોલકતા મેચ ડ્રો તરફ

કોલકતા:  વરસાદથી પ્રભાવિત કોલકાતા ટેસ્ટ મેચ હાલમાં ડ્રો તરફ જતી નજર આવી રહી