શિંઝો આબે સાથે મસ્જિદમાં જવું હિંદુ વિરોધી, જાણો કોણે PM પર કર્યા આકરા પ્રહાર

By: abpasmita.in | Last Updated: Thursday, 14 September 2017 11:12 AM
શિંઝો આબે સાથે મસ્જિદમાં જવું હિંદુ વિરોધી, જાણો કોણે PM પર કર્યા આકરા પ્રહાર

નવી દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના પ્રધાનમંત્રી શિંઝો અબે સીદી સૈય્યદ મસ્છિદની મુલાકાત પર અખિલ ભારતીય હિંદૂ મહાસભાએ નારાજગી વ્યક્ત કરી છે. મહાસભાએ પીએમ મોદીના આ પગલાને ભારતીય સંસ્કૃતિ વિરુદ્ધ ગણાવ્યું છે અને કહ્યું કે, 125 કરોડ હિંદૂ તેમને માફ નહીં કરે. વડાપ્રધાનના આ પગલાથી હિંદૂઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે.

મહાસભાના રાષ્ટ્રીય મહાસચિવ મુન્ના કુમાર શર્માએ કહ્યું કે, જાપાનના વડાપ્રધાનને સીદી સૈય્યદ મસ્જિદની જગ્યાએ સોમનથ મંદિર, દ્વારકા તથા જ્યોતિર્લિંગનું દર્શન  કરાવવું જોઈએ. શર્માએ કહ્યું કે, ભારત હિંદૂ રાષ્ટ્ર છે. ભારતની ઓળખ એક હિંદૂ રાષ્ટ્ર તરીકે થાય છે. શિવ, રામ અને કૃષ્ણ આપણી સંસ્કૃતિના પ્રતિક છે.

તેમણે કહ્યું કે, જાપાનના પ્રધાનમંત્રીને ગુજરાતમાં સ્થિત હિન્દૂ દેવી દેવતાઓને ભવ્ય મંદિરોનોનું દર્શન કરાવવું જોઈતું હતું. પરંતુ, તે ન કરતા ભારતના વડાપ્રધાને હિંદૂ વિરોધી અને ભારતીય વિરોધી અને ભારતીય સંસ્કૃતિનો વિરોધ કરવાનું કામ કર્યું છે.

હિન્દૂ મહાસભાના રાષ્ટ્રીય મહાસચિવે પીએમ પર પ્રહાર કરતા કહ્યુું  કે, પીએમ મોદી ગુજરાત વિધાનસભા ચૂંટણીને જોતા આ પગલું ઉઠાવ્યું છે. વડાપ્રધાનનું આ પગલું લઘુમતી તુષ્ટીકરણનો એક ભાગ છે. હિન્દૂ મહાસભા નેતાએ કહ્યું કે, લઘુમતી તુષ્ટીકરણના કારણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની દુર્ગતિ થઈ છે. શર્માએ કહ્યું કે જો ભાજપ સરકાર પણ આવું કરશે તો ભાજપને ખતમ થતા વધારે સમય નહીં લાગે.

First Published: Thursday, 14 September 2017 11:12 AM

ટોપ ફોટો

અમદાવાદઃ યુવતીને પાંચ વર્ષ નાના ભત્રીજા સાથે બંધાયા સેક્સસંબંધ, જાણો પછી શું થયું?
નડિયાદઃ NRI બાળકીની ક્રૂરતાપૂર્વક હત્યાઃ બંને હાથ કાપી નાંખ્યા, કોણ નીકળ્યા હત્યારા?
પહેલા જ નોરતે જામ્યો નવરાત્રીનો રંગ, રાજકોટીયન યુવતીઓ કેવી ઘૂમી ગરબે, જુઓ તસવીરો
View More »

Related Stories

નવરાત્રીને લઈને પોલીસ કમિશ્નરે બહાર પાડ્યું જાહેરનામું, રાત્રે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર પર પ્રતિબંધ
નવરાત્રીને લઈને પોલીસ કમિશ્નરે બહાર પાડ્યું જાહેરનામું, રાત્રે 12...

  અમદાવાદ: અમદાવાદ પોલીસ કમિશ્નરે નવરાત્રિને લઈ જાહેરનામું બહાર પાડ્યું

અમદાવાદની વટવા જીઆઈડીસીમાં ગેસ ગળતરથી 4નાં મોત, 3ની હાલત ગંભીર
અમદાવાદની વટવા જીઆઈડીસીમાં ગેસ ગળતરથી 4નાં મોત, 3ની હાલત ગંભીર

  અમદાવાદ: અમદાવાદની વટવા જીઆઈડીની એક કંપનીમાં ગેસ ગળતરની ઘટનાથી ચાર

પોતાના જન્મદિવસ પર કોઇ પણ સુરક્ષા વિના માતાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા PM મોદી, જુઓ વીડિયો
પોતાના જન્મદિવસ પર કોઇ પણ સુરક્ષા વિના માતાના આશીર્વાદ લેવા...

અમદાવાદઃવડાપ્રધાન  નરેન્દ્ર મોદી આજે પોતાનો 68મો જન્મદિવસ મનાવી રહ્યા છે.

25 સપ્ટેમ્બરે શંકરસિંહ વાઘેલા આગામી રણનીતિ અંગેની કરશે જાહેરાત, સંબોધશે પ્રેસ કોન્ફરન્સ
25 સપ્ટેમ્બરે શંકરસિંહ વાઘેલા આગામી રણનીતિ અંગેની કરશે જાહેરાત,...

અમદાવાદ: 25 સપ્ટેમ્બર નવરાત્રિ દરમિયાન શંકરસિંહ વાઘેલા પોતાની આગામી રાજકીય