EVM ટેમ્પરિંગ મામલે ચૂંટણી પંચ આવતીકાલે આપશે લાઇવ ડેમો

By: abpasmita.in | Last Updated: Friday, 19 May 2017 8:19 PM
EVM ટેમ્પરિંગ મામલે ચૂંટણી પંચ આવતીકાલે આપશે લાઇવ ડેમો

નવી દિલ્હી: ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM)માં ગડબડના આરોપ બાદ ચૂંટણી પંચ આવતીકાલે EVM અને VVPATનો લાઇવ ડેમો આપશે. ઇવીએમમાં ટેમ્પરિંગને ઓપન ચેલેન્જને લઈને એક પ્રેસ કોન્ફરન્સ પણ યોજશે. પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી બાદ કોગ્રેસ, સપા, બસપા અને આપ સહિત 16 રાજકીય પાર્ટીઓએ ઇવીએમ મશીનો પર સવાલ ઉઠાવ્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે બીજેપીએ ઇવીએમ મશીન સાથે ટેમ્પરિંગ કરી વિજય મેળવ્યો છે.

આ આરોપમાં દિલ્હી વિધાનસભામાં કેજરીવાલ સરકારે ઈવીએમ જેવા એક મશીનને હેક કરવાનો ડેમો પણ બતાવ્યો હતો. આપના ધારાસભ્ય સૌરભ ભારદ્ધાજે  આ મશીનને હેક કરતો ડેમો આપ્યો હતો. જેમાં દાવો કર્યો હતો કે 90 સેકન્ડમાં મધર બોર્ડ બદલીને ઈવીએમ સાથે ચેડા કરવા શક્ય છે. જોકે, ચૂંટણી પંચે આપના દાવાને ફગાવી દીધો હતો અને ઇવીએમ હેક કરવાની ચેલેન્જ આપી હતી. ચૂંટણી પંચે કહ્યુ હતુ કે, ઈવીએમનું મધર બોર્ડ સામાન્ય માણસ ન ખોલી શકે. જે મશીનનો ડેમો દર્શાવ્યો તે પ્રોગ્રામ્ડ નહોતું.

First Published: Friday, 19 May 2017 8:19 PM

ટોપ ફોટો

સુરતઃ બબ્બે પ્રેમી સાથે રંગરેલિયાં મનાવતી યુવતીની કામલીલાનો ભાંડો ફૂટતા પહેલા પ્રેમીને ગાર્ડનમાં બોલાવ્યો, પછી શું થયું ?
નીતા અને મુકેશ અંબાણીએ આપી મુંબઈ ઈંડિયંસની જીતની પાર્ટી, બિગ બી-સચિન પણ રહ્યા હાજર
પેટીએમ (Paytm)ની પેમેન્ટ બેંક આજે લોન્ચ, ડિપોઝિટ પર 4 ટકા મળશે વ્યાજ
View More »

Related Stories

સુરત: પેટ્રોલ પંપ પર બાઇકમાં લાગી આગ, એકનું મોત
સુરત: પેટ્રોલ પંપ પર બાઇકમાં લાગી આગ, એકનું મોત

સુરત: ચોક ચાર રસ્તા પાસેના આર.પી.મહેતા પેટ્રોલ પંપ ખાતે  પેટ્રોલ ભરાવતા

Recommended