સૌથી વધુ હથિયાર ખરીદનાર દેશ બન્યો ભારત, રશિયાથી ખરીદ્યા 62 ટકા હથિયાર

By: abpasmita.in | Last Updated: Tuesday, 13 March 2018 4:31 PM
સૌથી વધુ હથિયાર ખરીદનાર દેશ બન્યો ભારત, રશિયાથી ખરીદ્યા 62 ટકા હથિયાર

નવી દિલ્લી: દુનિયાભરના દેશને પાછળ છોડતા ભારત સૌથી વધુ હથિયાર ખરીદનારો દેશ બની ગયો છે. વર્ષ 2013થી 2017 વચ્ચે દુનિયાભરમાં આયાત કરવામાં આવેલા હથિયારોમાં ભારતની ભાગીદારી 12 ટકા રહી. ગ્લોબલ થિંક ટેંક સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર, વર્ષ 2008થી 2012 અને 2013થી 2017 વચ્ચે 24 ટકાનો વધારો થયો છે. આ રિપોર્ટ પ્રમાણે ભારતના પાડોશી દેશ પાકિસ્તાન અને ચીન સાથે વધી રહેલા વિવાદને લઈને હથિયારોની માગ વધી છે.

રિપોર્ટ પ્રમાણે વર્ષ 2013-17 વચ્ચે ભારતે સૌથી વધુ 62 ટકા હથિયાર રશિયામાંથી સપ્લાઈ કર્યા છે. તેના બાદ અમેરિકા હથિયાર સપ્લાઈ કરવાના મામલે બીજા નંબરે છે. હથિયાર આયાત કરવાના મામલે ભારત, સાઉદી અરબ, ઈજિપ્ત, યૂએઈ, ચીન, ઓસ્ટ્રેલિયા, અલ્જેરિયા, ઈરાક, પાકિસ્તાન અને ઈન્ડોનેશિયા જેવા દેશોના નામ આવે છે. જેણે બીજા દેશોમાંથી હથિયારો ખરીદ્યા છે.

ત્યાં ચીન હથિયાર સપ્લાઈ કરવાના મામલે દુનિયાભરમાં પ્રથમ પાંચ દેશમાં સામેલ છે. આ મામલે ક્રમશ: પ્રથમ અમેરિકા, રશિયા, ફ્રાંસ અને જર્મની આવે છે. આ પાંચ દેશ દુનિયાભરમાં 74 ટકા હથિયાર સપ્લાઈ કરે છે. ચીન સૌથી વધુ પાકિસ્તાનને હથિયાર સપ્લાઈ કરે છે. પાકિસ્તાન 35 ટકા હથિયાર ચીન પાસેથી ખરીદે છે. જ્યારે બાંગ્લાદેશ 19 ટકા હથિયાર આયાત છે.

First Published: Tuesday, 13 March 2018 4:31 PM

ટોપ ફોટો

રાજકોટઃ ખંઢેરી સ્ટેડિયમમાં રમાશે ટેસ્ટ મેચ, જાણો કોની સામે ક્યારે કરવામાં આવ્યું છે આયોજન
અ’વાદમાં પતિ, પત્ની ઔર વો જેવો કિસ્સો: પત્નીને મિત્ર સાથે પ્રેમાલાપ કરતી હતી ને પતિ આવી ગયો પછી શું થયું...
બોલિવૂડની કઈ અભિનેત્રીએ ગુપચુપ રીતે રશિયન બોયફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધાં, જાણો વિગત
View More »

Related Stories

નિદાહાસ ટ્રોફી: શ્રીલંકાને બે વિકેટે હરાવી બાંગ્લાદેશ પહોચ્યું ફાઈનલમાં, 18મીએ ભારત સાથે ટકરાશે
નિદાહાસ ટ્રોફી: શ્રીલંકાને બે વિકેટે હરાવી બાંગ્લાદેશ પહોચ્યું...

કોલંબો: બાંગ્લાદેશ અને શ્રીલંકાની વચ્ચે રમાયેલી નિદાહાસ ટ્રાઈ સીરીઝની