ઈસરો 100મો ઉપગ્રહ PSLV-C40 કરશે લોન્ચ, ઉલટી ગણતરી શરૂ

By: abpasmita.iin | Last Updated: Thursday, 11 January 2018 11:07 PM
ઈસરો 100મો ઉપગ્રહ PSLV-C40 કરશે લોન્ચ, ઉલટી ગણતરી શરૂ

ચેન્નઈ: નવા વર્ષમાં ઈસરો વધુ એક નવી ઉડાન ભરી સદી બનાવવા જઈ રહ્યું છે. ઈસરો પોતાનો 100મો ઉપગ્રહ લોન્ચ કરશે. ચેન્નઈ સ્થિત શ્રીહરિકોટા અંતરિક્ષ કેન્દ્ર પરથી આ 100મા ઉપગ્રહ સાથે 30 અન્ય ઉપગ્રહ પણ અંતરિક્ષમાં લોન્ચ કરશે. શુક્રવારે કુલ 31 ઉપગ્રહ લોન્ચ કરશે.

ઈસરો પોતાના 42માં મિશન માટે ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન પીએસએલવી-સી40 મોકલશે. જે કાર્ટોસેટ-2ની શ્રેણીનો ઉપગ્રહ અને 30 અન્ય ઉપગ્રહ સાથે શુક્રવારે સવારે ઉડાન ભરશે. જેની 28 કલાકની ઉલટી ગણતરી આજે સવારથી શરૂ થઈ ગઈ છે.

શ્રી હરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રના પહેલા લોન્ચ પેડ પરથી આ 44.4 મીટર લાંબા રોકેટને છોડવામાં આવશે. સહ-યાત્રી ઉપગ્રહોમાં ભારતનો એક માઈક્રો અને એક નેનો ઉપગ્રહ સામેલ છે. જ્યારે બીજા છ અન્ય દેશના છે. જેમાં કેનેડા, ફિનલેન્ડ, ફ્રાંસ, કોરિયા, બ્રિટેન અને એમેરિકાના ત્રણ માઈક્રો અને 25 નેનો ઉપગ્રહ સામેલ કરવામાં આવ્યા છે. ઈસરો અને એંટ્રિક્સ કૉર્પોરેશન લિમિટેડની વચ્ચે થયેલી વ્યાપારીક સમજૂતી હેઠળ આ 28 આંતરરાષ્ટ્રીય ઉપગ્રહોને છોડવામાં આવશે. આ 100મો ઉપગ્રહ કાર્ટોસેટ-2 શ્રેણીનો ત્રીજો ઉપગ્રહો છે.

વર્ષ 2018માં પીએસએલવીનું આ પહેલું મીશન છે. જેના અંતર્ગત અંતરિક્ષ અભિયાન હેઠળ ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન પીએસએલવી-સી40 દ્વારા 31 ઉપગ્રહ લોન્ચ કરશે. કાર્ટોસેટ-2 એક પૃથ્વી અવલોકન ઉપગ્રહ છે, જે ઉચ્ચ-ગુણવત્તાવાળા ચિત્ર પ્રદાન કરવા સક્ષમ છે. જેનો ઉપયોગ શહેરી અને ગ્રામીણ નિયોજન, તટીય ભૂમિ ઉપયોગ, રોડ નેટવર્ક પર નજર રાખવા વગેરે માટે કરવામાં આવશે.

First Published: Thursday, 11 January 2018 11:07 PM

ટોપ ફોટો

IPL 2018માં પ્રિતી ઝિન્ટાનો આવો અંદાજ પહેલા ક્યારેય નહીં જોયો હોય, જુઓ તસવીરો
નોકરીની લાલચ આપી એસપી નેતાએ મારા પર ગુજાર્યો ગેંગરેપ, યુપીમાં વધુ એક પીડિતાનો નેતા પર આરોપ
સુરતઃ IT ઓફિસરની યુવાન પત્નીએ પુત્ર સાથે 12માં માળેથી લગાવી મોતની છલાંગ, જાણો વિગત
View More »

Related Stories

IPL-11: મુંબઇ સામે રાજસ્થાન રોયલ્સની ત્રણ વિકેટે રોમાંચક જીત
IPL-11: મુંબઇ સામે રાજસ્થાન રોયલ્સની ત્રણ વિકેટે રોમાંચક જીત

મુંબઇઃ રાજસ્થાન રોયલ્સે મુંબઇ ઇન્ડિયન્સને ત્રણ વિકેટે હાર આપી હતી. ટોસ