જમ્મૂ: સેનાના કેમ્પ પર આતંકી હુમલો, એક જવાન શહીદ, 6 ઘાયલ

By: abpasmita.in | Last Updated: Saturday, 10 February 2018 5:43 PM
જમ્મૂ: સેનાના કેમ્પ પર આતંકી હુમલો, એક જવાન શહીદ, 6 ઘાયલ

જમ્મુ કશ્મીર: જમ્મુ-કશ્મીરમાં આતંકીઓએ સુંજવા આર્મી કેંપને નિશાન બનાવ્યો હતો. સુજવા બ્રિગેડ પર કરવામાં આવેલા આતંકી હુમલામાં એક જવાન શહીદ થયો છે,  જ્યારે 6 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં સૈન્ય અધિકારીની એક દીકરીનો પણ સમાવેશ થાય છે. આ કેમ્પમાં  3-4 આતંકી ઘુસ્યા હોવાના ખબર છે. સવારે 4.50 વાગ્યાથી ફાયરિંગ ચાલુ છે. આ હુમલાને જોતા પોલીસે રેડ એલર્ટ જાહેર કર્યું છે.   હેલિકોપ્ટરથી નજર રાખવામાં આવી રહી છે. સૂત્રોનો દાવો છે કે આ ફિદાયીન હુમલો હોઈ શકે છે પરંતુ કોઈ પુષ્ટી નથી કરવામાં આવી.જાણકારોના મતે કેમ્પ પર હુમલો કરનારા આતંકીઓ જૈશ-એ-મોહમ્મદના છે.  આતંકી હુમલાને લઈને વૈષ્ણોદેવી મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.

આ હુમલામાં આર્મી જવાન અને તેની પુત્રી ઘાયલ થયા હોવાની ખબર સામે આવી છે. જાણકારી મુજબ આતંકીઓને સેનાએ ચારે બાજૂથી ઘેરી લીધા છે, બંને તરફથી ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. સુંજવા બ્રિગેડ આર્મી કેંપ છે, એક બ્રિગેડમાં આશરે ત્રણ હજાર જવાનો રહે છે, સુંજવા જમ્મુ શહેરમાં જ છે. બીજેપી ધારાસભ્ય રવિન્દ્ર રૈનાએ જણાવ્યું હતું કે, હું એ બ્રિગેડની અંદર છું જેમાં હુમલો થયો છે. અહીં કમાન્ડોએ મોરચો સંભાળી લીધો છે. જવાનોના પરિવારને કોઇ નુકસાન ના પહોંચે એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. થોડીવારમાં ઓપરેશન ખત્મ કરવામાં આવશે.

એક ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર, જાસૂસી એજન્સીઓએ આર્મી અને સિક્યોરિટી દળોને જૈશ-એ-મોહમ્મદના આતંકી હુમલાની વોનિંગ આપી હતી. એજન્સીએ કહ્યું હતું કે, અફઝલ ગુરુની ડેથ એનિવર્સરી પર જૈશના આતંકીઓ હુમલો કરી શકે છે. ઉલ્લેખનીય છે કે અફઝલ ગુરુને 9 ફેબ્રુઆરી 2013ના રોજ ફાંસી આપી હતી.

આ આત્મઘાતી હુમલો સવારે 5 વાગ્યાની આસપાસ કરવામાં આવ્યો હતો. જાણકારી મુજબ 3-4 આતંકી કેંપની જાળી કાપીને અંદર ઘુસ્યા હતા. ત્યારબાદ તેણે ગોળીબાર શરૂ કર્યો હતો. આતંકીઓના આ હુમલાનો ટીમે પણ વળતો જવાબ આપ્યો છે. તમામ આતંકીઓ આર્મી કેંપના રહેણાક વિસ્તારમાં છુપાયા છે.

First Published: Saturday, 10 February 2018 8:12 AM

ટોપ ફોટો

અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાને કર્યું કારનામું, સૌછી ઓછી વયે ICC રેન્કિંગમાં પહોંચ્યો ટોપ પર
હોન્ડાએ આ બાઇકનું માત્ર 5000 રૂપિયામાં શરૂ કર્યું પ્રી બુકિંગ, 140 kg છે વજન, જાણો ફીચર્સ
ચાર બંગડીવાળી કાર કંપની લોન્ચ કરશે પોતાની પ્રથમ ઇલેક્ટ્રિક કાર, જાણો ફીચર્સ
View More »

Related Stories

INDvsSA: પ્રથમ ટી-20માં ભારતની 28 રને જીત,  ભુવનેશ્વર કુમારની 5 વિકેટ
INDvsSA: પ્રથમ ટી-20માં ભારતની 28 રને જીત, ભુવનેશ્વર કુમારની 5 વિકેટ

જોહનિસબર્ગઃટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકા સામે જ્હોનિસબર્ગના વાંડરર્સ