જમ્મુ કાશ્મીર: પુલવામાં ગોળીબારીમાં ત્રણ આતંકીઓ ઠાર, એક જવાન શહીદ

By: abpasmita.in | Last Updated: Monday, 6 November 2017 10:37 PM
જમ્મુ કાશ્મીર: પુલવામાં ગોળીબારીમાં ત્રણ આતંકીઓ ઠાર, એક જવાન શહીદ

પુલવામાં: જમ્મુ કાશ્મીરના પુલવામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચેની ફાયરિંગમાં ત્રણ આતંકીઓને ઠાર કરી દીધા છે, જ્યારે એક જવાન શહીદ થઈ ગયો છે. સાથે એક સ્થાનિક પણ ઘાયલ થઈ ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ અથડામણમાં સુરક્ષા દળને મોટી સફળતા હાથ લાગી છે, આતંકી સંગઠન હિજબુલ મુજાઈદ્દિનના ટોપ કમાંડર ટાઈગરને જવાનોએ ઘેરી લીધો છે. માહિતી અનુસાર પુલવામાં હજુ 3 આંતકીઓ છુપાયા હોવાની આશંકા છે.

સુરક્ષાકર્મીઓને માહિતી મળી હતી કે પુલવાના અલગર કાંડી વિસ્તારમાં આતંકીઓ છુપાયેલા છે અને તેઓ કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની કોશિશ કરી રહ્યા છે.  આ પણ ખબર મળી હતી કે આ વિસ્તારમાં હિજબુલ આતંકી સમીર ટાઈગર પણ છુપાયેલો છે. હાલમાં જવાનો અને આતંકીઓ વચ્ચે ફાયરિંગ ચાલુ છે.

 

First Published: Monday, 6 November 2017 10:37 PM

ટોપ ફોટો

ભાજપે ટિકિટ કાપતાં ક્યા ધારાસભ્યે લખ્યું: મારૂં એસેસમેન્ટ કરાયેલું કે સોપારી આપીને રાજકીય હત્યા?
પાટીદારોને OBC સ્ટેટસ આપી અનામતનો લાભ આપવાની દિશામાં ભરાયું મોટું કદમ, જાણો કઈ કામગીરી થઈ શરૂ ?
કોંગ્રેસે અમદાવાદના કયા ચાર ઉમેદવારને ફોન કરીને ફોર્મ ભરવા આપી સૂચના, જાણો કોણ કઈ બેઠક પરથી ચૂંટણી લડશે, જાણો વિગત
View More »

Related Stories