બિહાર: અરરિયા લોકસભા-બે વિધાનસભા બેઠકો પર યોજાનાર પેટાચૂંટણી નહી લડે JDU

By: abpasmita.in | Last Updated: Sunday, 11 February 2018 4:08 PM
બિહાર: અરરિયા લોકસભા-બે વિધાનસભા બેઠકો પર યોજાનાર પેટાચૂંટણી નહી લડે JDU

પટના: બિહારમાં આવતા મહિને એક લોકસભા અને બે વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. આ પેટાચૂંટણીમાં જેડીયૂ ચૂંટણી નહી લડે. બિહારમાં 11 માર્ચે અરરિયા લોકસભા બેઠક અને બે વિધાનસભા બેઠકો ભભુઆ અને જહાનાબાદ પર પેટાચૂંટણી યોજાશે. નીતીશ-ભાજપના નવા ગઠબંધન બાદ અરરિયા લોકસભા બેઠક ભાજપના ખાતામાં જાય છે.

સપ્ટેમ્બર 2017માં આરજેડી સાંસદ મોહમ્મદ તસ્લીમુદ્દીનના નિધન બાદ અરરિયા બેઠક ખાલી થઈ હતી. ભાજપના ધારાસભ્ય આનંદ ભૂષણ પાડેના નિધન બાદ ભભૂઆ અને આરજેડી ધારાસભ્ય મુંદ્રિકા સિંહ યાદવના નિધન બાદ જહાનાબાદ વિધાનસભાની બેઠક ખાલી થઈ હતી.

બિહારમાં જેડીયૂના સસ્પેંડ ધારાસભ્ય સરફરાઝ આલમે શનિવારે પાર્ટી અને વિધાનસભાના પદ પરથી રાજીનામુ આપ્યું હતું અને આરજેડીમાં સામેલ થઈ ગયા છે. આલમે રાજીનામુ આપી અરરિયા લોકસભા બેઠક પરથી પેટાચૂંટણી લડવાનો સ્પષ્ટ સંકેત આપ્યો છે જે બેઠકનું પ્રતિનિધિત્ન તેના પિતા મોહમ્મદ તસ્લીમુદ્દીન કરતા હતા. સરફરાઝ આલમ તસ્લીમુદ્દીન પુત્ર છે અને પિતા-પુત્ર બંને અલગ-અલગ પાર્ટીમાં હતા.

આલમે ધારાસભ્ય પદ પરથી રાજીનામુ આપ્યા બાદ કાલે આરજેડીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પૂર્વ સીએમ રાબડી દેવી સાથે તેમના ઘરે જઈને મુલાકાત કરી અને બાદમાં પાર્ટીના કાર્યાલયમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શિવાનંદ તિવારીની હાજરીમાં પાર્ટીનુ સભ્ય પદ મેળવ્યું હતું.

તસલીમુદ્દીને 2014ની લોકસભા ચૂંટણીમાં બે લાખ કરતા વધારે મતોથી આ બેઠક પર જીત મેળવી હતી. જ્યારે અલગ-અલગ ચૂંટણી લડનાર ભાજપ અને જેડીયૂના ઉમેદવાર બીજા અને ત્રીજા સ્થાન પર રહ્યા હતા.

First Published: Sunday, 11 February 2018 4:08 PM

ટોપ ફોટો

અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાને કર્યું કારનામું, સૌછી ઓછી વયે ICC રેન્કિંગમાં પહોંચ્યો ટોપ પર
હોન્ડાએ આ બાઇકનું માત્ર 5000 રૂપિયામાં શરૂ કર્યું પ્રી બુકિંગ, 140 kg છે વજન, જાણો ફીચર્સ
ચાર બંગડીવાળી કાર કંપની લોન્ચ કરશે પોતાની પ્રથમ ઇલેક્ટ્રિક કાર, જાણો ફીચર્સ
View More »

Related Stories

INDvsSA: પ્રથમ ટી-20માં ભારતની 28 રને જીત,  ભુવનેશ્વર કુમારની 5 વિકેટ
INDvsSA: પ્રથમ ટી-20માં ભારતની 28 રને જીત, ભુવનેશ્વર કુમારની 5 વિકેટ

જોહનિસબર્ગઃટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકા સામે જ્હોનિસબર્ગના વાંડરર્સ