કાર્ટૂન ચેનલો પર જંક ફૂડની જાહેરખબરો પર લગાવાયો પ્રતિબંધ

By: abpasmita.in | Last Updated: Thursday, 8 February 2018 1:42 PM
કાર્ટૂન ચેનલો પર જંક ફૂડની જાહેરખબરો પર લગાવાયો પ્રતિબંધ

નવી દિલ્હીઃ ભારત સરકારે બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતા મોટો નિર્ણય લીધો છે. હવે કાર્ટૂન ચેનલો પર જંક ફૂડની જાહેરાતો બતાવવામાં આવશે નહીં. સરકારે સંસદને જાણકારી આપતા જણાવ્યું કે, આ નિર્ણય બાળકોને જંક ફૂડથી બચાવવાનો એક પ્રયાસ છે. 9 જાણીતી ફૂડ કંપનીઓએ બાળકોની ચેનલો પર આ પ્રકારની જાહેરાત નહી કરવાનું વચન આપ્યું છે.

લોકસભામાં વિનાયક રાઉતના એક સવાલના જવાબમાં સૂચના અને પ્રસારણ મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠૌડે આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, જંક ફૂડ સંબંધિક ભ્રામક જાહેરાતો વિરુદ્ધ જાગરૂકતા ફેલાવવામાં આવી રહી છે. ભ્રામક જાહેરાતોના પ્રસારણ સંદર્ભમાં ભારતીય ખાદ્ય સુરક્ષા માનક પ્રાધિકરણે 11 સભ્યોની સમિતિ બનાવી છે. હવે આ સમિતિના રિપોર્ટ પર અમલ થઇ રહ્યો છે.

મંત્રીએ કહ્યું કે, આ સંદર્ભમાં FSSAI અને ભારતીય જાહેરખબર માનક પરિષદ વચ્ચે કરાર થયા છે. તેમણે કહ્યું કે, નવ મોટી કંપનીઓએ વિશ્વાસ અપાવ્યો છે કે તેઓ કાર્ટૂન ચેનલો પર આ પ્રકારની જાહેરાતો આપશે નહીં.

First Published: Thursday, 8 February 2018 1:42 PM

ટોપ ફોટો

અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાને કર્યું કારનામું, સૌછી ઓછી વયે ICC રેન્કિંગમાં પહોંચ્યો ટોપ પર
હોન્ડાએ આ બાઇકનું માત્ર 5000 રૂપિયામાં શરૂ કર્યું પ્રી બુકિંગ, 140 kg છે વજન, જાણો ફીચર્સ
ચાર બંગડીવાળી કાર કંપની લોન્ચ કરશે પોતાની પ્રથમ ઇલેક્ટ્રિક કાર, જાણો ફીચર્સ
View More »

Related Stories

INDvsSA: પ્રથમ ટી-20માં ભારતની 28 રને જીત,  ભુવનેશ્વર કુમારની 5 વિકેટ
INDvsSA: પ્રથમ ટી-20માં ભારતની 28 રને જીત, ભુવનેશ્વર કુમારની 5 વિકેટ

જોહનિસબર્ગઃટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકા સામે જ્હોનિસબર્ગના વાંડરર્સ