ભાજપ અને RSSના લોકો હિંદુ ઉગ્રવાદી છે: CM સિદ્દારમૈયા

By: abpasmita.in | Last Updated: Thursday, 11 January 2018 8:46 PM
 ભાજપ અને RSSના લોકો હિંદુ ઉગ્રવાદી છે: CM સિદ્દારમૈયા

નવી દિલ્લી: કર્ણનાટકના મુખ્યમંત્રી સિદ્દારમૈયાએ આરએસએસ અને ભાજપના કાર્યકર્તાઓને હિંદુ ઉગ્રવાદી ગણાવતા રાજનીતિ ગરમાઈ છે. સિદ્દારમૈયાએ પોતાના એક નિવેદનમાં કહ્યું કે, આરએસએસના લોકો હિંદુ ઉગ્રવાદી છે. હું પણ હિંદુ છું, પણ મારી પાસે માનવતા છે, તે લોકો હિંદુ છે પણ તેમનામાં માનવતા નથી. કૉંગ્રેસ દ્વારા કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં પણ સોફ્ટ હિંદુત્વને સામેલ કર્યા બાદ સિદ્દારમૈયા સતત હિંદુત્વ સાથે જોડાયેલ નિવેદનો આપી રહ્યા છે.

ત્યાં ભાજપ પણ આ નિવેદન પર તીખા પ્રહારો કરી રહી છે. ભાજપના કર્ણાટકના સાંસદ પ્રહલાદ જોશીએ સિદ્દારમૈયાને એન્ટી નેશનલ ગણાવ્યા અને રાહુલ ગાંધી પાસે આ મામલે નિવેદન માગ્યું છે.

ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ ગુરુવારે પત્રકાર પરિષદમાં કહ્યું કે કૉંગ્રેસ પાર્ટીનું હિંદુઓ પ્રત્યેનું વલણ સામે આવી ગયું છે. તેમાં કંઈ નવું નથી. સંબિત પાત્રાએ કહ્યું કે કૉંગ્રેસ સરકાર સમયે પણ હિંદુ આતંકવાદની વાત સામે લાવ્યા હતા અને કર્ણાટકમાં ફરી આ મુદ્દો ઉઠાવ્યો છે. રાહુલ ગાંધી જનોઈ પહેરીને આસ્થાથી હિંદુ બનવના પ્રયાસ કરી રહ્યા છે, પણ કૉંગ્રેસના વિચારો સામે આવી રહ્યા છે.

તો બીજી તરફ સિદ્દારમૈયાના આ નિવેદન બાદ ભાજપ ફુલ એક્શન મોડમાં આવી ગઈ છે. રાજ્યના ભાજપના નેતા શોભા કરંદલજએ એલાન કર્યું છે કે ભાજપના કાર્યકર્તા શુક્રવારે સમગ્ર કર્ણાટકમાં જેલ ભરો આંદોલન કરશે.

જણાવી દઈએ કે સિદ્દારમૈયાએ એક નિવેદનમાં કહ્યું હતું કે ભાજપ, આરએસએસ અને બંજરંગ દળ એક પ્રકારના આતંકવાદી છે. જે પણ સમાજની શાંતિ ભંગ કરે તેને સરકારે ચલાવી ન લેવું જોઈએ. પછી તે પીએફઆઈ હોય, એસડીપીઆઈ હોય કે પછી વીએચપી, આરએસએસ. બાદમાં સિદ્દારમેયાએ ભાજપ અને આરએસએસને એક હિંદુ ઉગ્રવાદી પણ ગણાવ્યા છે.

ઉલ્લેખનિય છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે બુધવારે કર્ણાટકમાં એક રેલીને સંબોધન કરતા કહ્યું હતું કે સિદ્દારમૈયાની સરકાર એન્ટી હિંદુ છે અને તે વોટબેન્કની રાજનીતિ કરી રહી છે, શાહે કહ્યું જે પૈસા મોદી સરકાર રાજ્યના વિકાસ માટે આપે છે તે ક્યાં જાય છે. અમિત શાહે ત્યાં ભાજપ સરકાર બનાવવાનું આહવાન કર્યું હતું.

જણાવી દઈએ કે એપ્રિલમાં કર્ણાટક વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. હાલમાં કૉંગ્રેસ સરકાર છે.

First Published: Thursday, 11 January 2018 8:46 PM

ટોપ ફોટો

IPL 2018માં પ્રિતી ઝિન્ટાનો આવો અંદાજ પહેલા ક્યારેય નહીં જોયો હોય, જુઓ તસવીરો
નોકરીની લાલચ આપી એસપી નેતાએ મારા પર ગુજાર્યો ગેંગરેપ, યુપીમાં વધુ એક પીડિતાનો નેતા પર આરોપ
સુરતઃ IT ઓફિસરની યુવાન પત્નીએ પુત્ર સાથે 12માં માળેથી લગાવી મોતની છલાંગ, જાણો વિગત
View More »

Related Stories

IPL-11: મુંબઇ સામે રાજસ્થાન રોયલ્સની ત્રણ વિકેટે રોમાંચક જીત
IPL-11: મુંબઇ સામે રાજસ્થાન રોયલ્સની ત્રણ વિકેટે રોમાંચક જીત

મુંબઇઃ રાજસ્થાન રોયલ્સે મુંબઇ ઇન્ડિયન્સને ત્રણ વિકેટે હાર આપી હતી. ટોસ