શિખર સંમેલનમાં લાલુ બોલ્યાઃ ‘મોદીની લંકા રૂપી સરકારને રાખ કરી દઇશ’

By: abpasmita.in | Last Updated: Friday, 19 May 2017 3:25 PM
શિખર સંમેલનમાં લાલુ બોલ્યાઃ ‘મોદીની લંકા રૂપી સરકારને રાખ કરી દઇશ’

નવી દિલ્હીઃ કેન્દ્રમાં મોદી સરકારના ત્રણ વર્ષ પૂરા થઇ  ગયા છે. અચ્છે દિનના નારા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 મે 2014ના રોજ  દેશની સત્તા પર આવ્યા હતા. સરકાર ત્રણ વર્ષની ઉજવણી કરી રહી છે ત્યારે એબીપી ન્યૂઝના કાર્યક્રમ શિખર સંમેલનમાં લાલુપ્રસાદ યાદવે જણાવ્યું હતું કે, મોદીની ઉપલબ્ધિ એ છે કે તેમની સરકારમાં ભારત બીફ એક્સપોર્ટરમાં નંબર વન દેશ બની ગયો છે.

મોદી સરકારમાં બીફનો કારોબાર વધ્યો છે. લાલુએ કહ્યું કે, બીફ પર કાયદો બનાવવો જોઇએ. લાલુએ કહ્યુ કે, મોદી દેશને વિભાજીત કરવા માંગે છે અને અમે વિભાજીત થવા દઇશું નહીં એના માટે કોઇ પણ કુરબાની આપવી પડશે.  પોતાના પર લાગેલા આરોપો પર લાલુપ્રસાદ યાદવે કહ્યું કે, તેઓ ડરશે નહીં. પ્રજામાં અમારી છબિ ખરાબ કરવા માટે દરોડાની વાત કરવામાં આવી રહી છે. હવે નાટક ચાલશે નહી. તેમણે કહ્યું કે, મારી જે પણ સંપત્તિ છે તે લોકો વચ્ચે છે. ઇન્કમટેક્સને ખ્યાલ છે. સરકાર જણાવે કે તે 22  સ્થળો ક્યા છે જ્યાં આઇટીએ દરોડા  પાડ્યા હતા.

લાલુએ કહ્યું કે, આ તમામ મોદીની ચાલ છે. હું મોદીની આ લંકારૂપી સરકારને રાખ કરી દઇશ. હું કોઇનાથી ડરવાનો નથી. મોદી સરકારને ઉખાડ ફેંકવા માટે બિહારમાં આંદોલન કરીશુ.

First Published: Friday, 19 May 2017 3:25 PM

ટોપ ફોટો

સુરતઃ બબ્બે પ્રેમી સાથે રંગરેલિયાં મનાવતી યુવતીની કામલીલાનો ભાંડો ફૂટતા પહેલા પ્રેમીને ગાર્ડનમાં બોલાવ્યો, પછી શું થયું ?
નીતા અને મુકેશ અંબાણીએ આપી મુંબઈ ઈંડિયંસની જીતની પાર્ટી, બિગ બી-સચિન પણ રહ્યા હાજર
પેટીએમ (Paytm)ની પેમેન્ટ બેંક આજે લોન્ચ, ડિપોઝિટ પર 4 ટકા મળશે વ્યાજ
View More »

Related Stories

સુરત: પેટ્રોલ પંપ પર બાઇકમાં લાગી આગ, એકનું મોત
સુરત: પેટ્રોલ પંપ પર બાઇકમાં લાગી આગ, એકનું મોત

સુરત: ચોક ચાર રસ્તા પાસેના આર.પી.મહેતા પેટ્રોલ પંપ ખાતે  પેટ્રોલ ભરાવતા

Recommended