ભાજપ પાંચ-દસ નહીં પણ 50 વર્ષ માટે સત્તા પર આવી છે: અમિત શાહ

By: abpasmita.in | Last Updated: Saturday, 19 August 2017 9:06 AM
ભાજપ પાંચ-દસ નહીં પણ 50 વર્ષ માટે સત્તા પર આવી છે: અમિત શાહ

ભોપાલ: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે શુક્રવારે કહ્યું કે, ભાજપ પાંચ-દસ વર્ષ માટે નથી, પણ 50 વર્ષ માટે સત્તા પર આવી છે, અને આ ભાવ કાર્યકર્તાઓની અંદર હોવો જોઈએ, ત્યારે જ દેશમાં સમૃદ્ધ પરિવર્તન સંભવ છે.

 

ભોપાલના ત્રણ દિવસીય પ્રવાસે પર ગયેલા શાહે પાર્ટીના કોર ગ્રુપના સભ્યો, પ્રદેશ પદાધિકારિઓ, સાંસદો, ધારાસભ્યો અને જિલ્લા અધ્યક્ષોની સંયુક્ત બેઠકને સંબોધિત કરતા કહ્યું કે, સંગઠનના કાર્યકર્તાઓને હવે આરામ કરવાનો અધિકાર નથી, આ રાષ્ટ્રમાં સમૃદ્ધ સકારાત્મક પરિવર્તન જોવા માંગો છો તો આપણે થાક્યા વગર, અટક્યા વગર આપણી દિશામાં આગળ વધવું પડશે.

 

તેમણે કહ્યું કે, ‘આપણે સત્તામાં પાંચ-દસ વર્ષ માટે નથી’ પણ ઓછામાં ઓછા 50 વર્ષ માટે આવ્યા છે. આ વિચાર સાથે આપણને આગળ વધવું જોઇએ અને આ વિશ્વાસ સાથે આગળ વધવાનું છે કે 40-50 વર્ષની સત્તાના માધ્યમથી આ રાષ્ટ્રમાં એક વ્યાપક પરિવર્તન લાવશું,

 

અમિત શાહે આગળ કહ્યું કે, અમારી પાસે આજે કેન્દ્રમાં સંપૂર્ણ બહુમતીની સરકાર છે. 330 સાંસદ અને 1387 ધારાસભ્ય છે. પાર્ટી આજે સર્વોચ્ચ સ્થાન પર દેખાય છે. વધુમાં કહ્યું કે, કાશ્મીરથી કન્યાકુમારી સુધી કામરુપથી કચ્છ સુધી કોઈ બૂથ એવા નહીં રહે જ્યાં આપણે ના હોય. દેશવાસીઓએ આપણી ઉપર વિશ્વાસ કર્યો છે. તેથી આપણા નાગરીકોના ભરોસા પર ખરા ઉતરવું પડશે.

 

આ કાર્યક્રમમાં સંગઠન મહામંત્રી રામલાલ, મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પ્રદેશ સંગઠન પ્રભારી ડો. વિનય સહસ્રબુદ્દે, કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર, થાવરચંદ ગહલોત, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રભાત ઝા અને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ નંદકુમારસિંહ ચૌહાણ ઉપસ્થિત હતા.

 

કૉંગ્રેસ પર પ્રહાર કરતા શાહે કહ્યું કે, કોગ્રેસ એ દળ છે જેમાં આંતરિક લોકતંત્ર મરી ગયું છે, તે દેશના લોકતંત્રની સેવા નથી કરી શકતા. દેશમાં 1650થી વધુ દળ આઝાદી બાદ આવ્યા છે પણ ભાજપ સિવાય એક કે બે જ પાર્ટીઓ છે જેમાં આંતરિક લોકતંત્ર છે.

First Published: Saturday, 19 August 2017 9:03 AM

ટોપ ફોટો

ભગવાન વેંકટેશ્વરને એક શ્રદ્ધાળુએ ચઢાવી બેશકિંમતી માળા, કિંમત જાણીને ચોંકી જોશો
PM મોદીએ સ્વચ્છતા અભિયાન સાથે જોડાવવા આ જાણીતી અભિનેત્રીને લખ્યો પત્ર
ઊંઘતા પહેલા ભૂલથી પણ ના ખાશો આ વસ્તુ, વધી શકે છે તમારું વજન
View More »

Related Stories

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે  ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા દેશને સંબોધશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા દેશને...

નવી દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશ સાથે રેડિયોના માધ્યમથી ‘મન કી

UNમાં સુષમા સ્વરાજનું સંબોધન, UNમાં સુષમા સ્વરાજનું સંબોધન, કહ્યું- ‘અમે જિંદગી આપવાનું કામ કર્યું, પાકિસ્તાને મોત’
UNમાં સુષમા સ્વરાજનું સંબોધન, UNમાં સુષમા સ્વરાજનું સંબોધન, કહ્યું-...

ન્યૂયૉર્ક: ભારતની વિદેશ મંત્રી સુષમા સ્વરાજે શનિવારે રાત્રે યૂનાઈટેડ

મોહાલીમાં વરિષ્ઠ પત્રકાર કેજે સિંહ અને તેની માની ક્રૂર હત્યા
મોહાલીમાં વરિષ્ઠ પત્રકાર કેજે સિંહ અને તેની માની ક્રૂર હત્યા

નવી દિલ્લી: પંજાબના મોહલીના વરિષ્ઠ પત્રકાર કેજે સિંહ અને તેમની માતા

ડેરામાં જન્મેલા અનુયાયીઓનો સનસનીખેજ ખુલાસો, ‘શરૂઆતથી અશ્લિલ ફિલ્મો જોવાનો શોખીન હતો રામ રહીમ’
ડેરામાં જન્મેલા અનુયાયીઓનો સનસનીખેજ ખુલાસો, ‘શરૂઆતથી અશ્લિલ...

નવી દિલ્લી: ડેરા સચ્ચા સૌદામાં જન્મેલા અને ત્યાં જ લગ્ન કરનાર ગુરદાસ સિંહે

મોહાલીમાં વરિષ્ઠ પત્રકાર કે જે સિંહ અને તેમની માતાની લાશ મળી, હત્યાની આશંકા
મોહાલીમાં વરિષ્ઠ પત્રકાર કે જે સિંહ અને તેમની માતાની લાશ મળી,...

નવી દિલ્લી: પંજાબના મોહાલીમાં વરિષ્ઠ પત્રકાર કે.જે. સિંહ અને તેમના 92 વર્ષીય

PAK નેવીએ કર્યું એંટી-શિપ મિસાઈલનું સફળ પરીક્ષણ
PAK નેવીએ કર્યું એંટી-શિપ મિસાઈલનું સફળ પરીક્ષણ

નવી દિલ્લી: પાકિસ્તાની નેવીએ શનિવારે એંટી શિપ મિસાઈલનું સફળ પરીક્ષણ

બળાત્કાર કેસમાં રાજસ્થાનના ફલાહારી બાબાની ધરપકડ, પીડિતાએ કહ્યું- ‘મારા જીવને જોખમ’
બળાત્કાર કેસમાં રાજસ્થાનના ફલાહારી બાબાની ધરપકડ, પીડિતાએ કહ્યું-...

અલવર: રાજસ્થાન સ્થિત અલવરના ફલાહારી બાબા ઉર્ફે કૌશલેન્દ્ર પ્રપન્નાચાર્ય

વારાણસીઃ અમે અન્ય પાર્ટી જેવા નથી, અમારા માટે પક્ષ કરતા દેશ મોટોઃ PM મોદી
વારાણસીઃ અમે અન્ય પાર્ટી જેવા નથી, અમારા માટે પક્ષ કરતા દેશ મોટોઃ PM...

વારાણસીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીના બે