મુંબઈ: હજારો ખેડૂતો પહોંચ્યા થાણે, સોમવારે કરશે વિધાનસભાનો ઘેરાવ

By: abpasmita.in | Last Updated: Saturday, 10 March 2018 9:16 AM
મુંબઈ: હજારો ખેડૂતો પહોંચ્યા થાણે, સોમવારે કરશે વિધાનસભાનો ઘેરાવ

મુંબઈ: મહારાષ્ટ્રમાં ખેડૂત આંદોલને જોર પકડ્યું છે. ખેડૂતોને દેવામાફી, પાક વીમાનું યોગ્ય વળતર મળવું અને સ્વામીનાથન કમિટીની ભલામણોનો અમલ થાય તેવી વિવિધ માંગો નહી સંતોષાતાં ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે.

આક્રોશ સાથે નાસિકથી નિકળેલા ખેડૂતો મુંબઈ તરફ કૂચ કરી થાણે પહોંચ્યા છે. લાખો ખેડૂતો સોમવારે વિધાનસભાનો ધેરાવ કરશે. ઓલ ઈન્ડિયા કિસાન સભાના બેનર હેઠળ આ ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે. ખેડૂતોએ ચેતવણી આપી છે કે તેમની માંગ પૂરી નહીં થાય તો વિધાનસભાનો અનિશ્ચિત કાળ સુધી ઘેરાવ કરશે. મહારાષ્ટ્રના ખેડૂતો લાંબા સમયથી સમસ્યાઓ ભોગવી રહ્યા છે. અત્યાર સુધી હજાર જેટલા ખેડ઼ૂતો આત્મહત્યા કરી ચૂક્યા છે. શિવસેના અને ભાજપમાં તકરારનો આ પણ એક મોટો મુદ્દો છે.
ખેડૂતોની પ્રમુખ માંગ છે કે તેમને પાકનું યોગ્ય વળતર મળે, સ્વામીનાથન આયોગની ભલામણ લાગૂ થાય જેવી વિવિધ માંગ સાથે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે.

મે 2017માં મહારાષ્ટ્રમાં ખેડૂતોએ એક મોટુ આંદોલન કરી સરકાર પાસે દેવામાફીની માંગ કરી હતી. આંદોલનના દબાણમાં આવી સરકારે 5 એકર કરતા ઓછી જમીન વાળા ખેડૂતોને દેણુમાફ કરવાનો નિર્ણય કર્યો અને નવી લોન આપવાની જાહેરાત કરી હતી. જેનુ ખેડૂતોએ સ્વાગત કર્યું હતું.

First Published: Saturday, 10 March 2018 9:16 AM

ટોપ ફોટો

નિદાહાસ ટ્રોફીઃ આજે ભારત-બાંગ્લાદેશ વચ્ચે ફાઇનલ, બની શકે છે અનેક રેકોર્ડ
સુરતઃ 20 કરોડના હીરાની લૂંટનો ભેદ ઉકેલવામાં પોલીસને મળી સફળતા, જાણો ક્યાંથી મળ્યા હીરા
બાંગ્લાદેશના બે ખેલાડીને ICCએ કેમ ફટકારી સજા, જાણો શું છે મામલો
View More »

Related Stories

નિદાહાસ ટ્રોફી: શ્રીલંકાને બે વિકેટે હરાવી બાંગ્લાદેશ પહોચ્યું ફાઈનલમાં, 18મીએ ભારત સાથે ટકરાશે
નિદાહાસ ટ્રોફી: શ્રીલંકાને બે વિકેટે હરાવી બાંગ્લાદેશ પહોચ્યું...

કોલંબો: બાંગ્લાદેશ અને શ્રીલંકાની વચ્ચે રમાયેલી નિદાહાસ ટ્રાઈ સીરીઝની