મણિશંકર ઐયરના ‘નીચ’ વાળા નિવેદન પર વિવાદ થતા રાહુલના કહેવાથી માગી માફી

By: abpasmita.in | Last Updated: Thursday, 7 December 2017 8:23 PM
મણિશંકર ઐયરના ‘નીચ’ વાળા નિવેદન પર વિવાદ થતા રાહુલના કહેવાથી માગી માફી

 

નવી દિલ્લી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ‘નીચ વ્યક્તિ’ કહેવા પર થયેલા વિવાદ બાદ કૉંગ્રેસ નેતા મણિશંકર ઐયરે માફી માગી લીધી છે. મણિશંકર ઐયરે સ્પષ્ટતા કરતા કહ્યું કે, મે નીચ શબ્દનો ઉપયોગ કર્યો હતો, હું હિંદીભાષી નથી, હું મારા મનમાં પહેલા અંગ્રેજીને હિંદીમાં અનુવાદ કરું છું. મે મનમા ‘This Low Person’નું અનુવાદ કર્યું. જો નીચ શબ્દનો અર્થ બીજો કોઈ થતો હોય તો હું માફી માગું છું. મારી સાથે આ પ્રથમ વખત નથી થયું, પહેલા પણ આવું બન્યું છે. પરંતું તો પણ કહીશ કે પ્રધાનમત્રીની ભાષા કૉંગ્રેસ નેતાઓ માટે સારી નથી.

તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતના લિંબાયતમાં એક ચૂંટણી સભાને સંબોધી હતી. ત્યાં કોગ્રેસ નેતા મણિશંકર ઐય્યરના નિવેદન પર પીએમ મોદીએ  કૉંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. આ નિવેદનને ગુજરાતનું અપમાન ગણાવ્યું હતું. પીએમ મોદીએ કહ્યું, ભલે હું નીચ જાતિમાંથી આવું છું પરંતુ કામ ઉંચા કર્યા છે.

મણિશંકર ઐયરના નિવેદન પર કૉંગ્રેસ ઉપાધ્યાક્ષ રાહુલ ગાંધીએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, ‘હું આશા રાખું છું કે મણિશંકર માફી માગશે.’ રાહુલે ટ્વીટ કર્યું કે, ભાજપ અને પ્રધાનમંત્રી સતત કૉંગ્રેસ વિરુદ્ધ ગંદી ભાષાનો ઉપયોગ કરે છે. કૉંગ્રેસની સંસ્કૃતિ અને ઈતિહાસ અલગ છે. મણિશંકરે પ્રધાનમંત્રી વિરુદ્ધ જે રીતે ભાષાનો પ્રયોગ કર્યો છે તેનો હું સમર્થન નથી કરતો. કૉંગ્રેસ પાર્ટી અને હું ઉમ્મીદ કરું છું કે મણિશંકર માફી માગશે.

ઉલ્લેખનીય છે કે મણિશંકર ઐયરે બાબા સાહેબના અપમાનનો આરોપ લગાવતા કહ્યું હતું કે “ આંબેડરની સૌથી મોટી ઈચ્છા હતી કે તેને સાકાર કરવામાં એક વ્યક્તિનું સૌથી મોટું યોગદાન હતું અને તેનું નામ જવાહર લાલ નેહરું, હવે આ પરિવાર વિશે ગંદી વાતો કહે અને તે પણ ત્યારે આંબેડકરની યાદમાં એક મોટી ઈમારતનું ઉદ્ધઘાટન થઈ રહ્યું છે, મને લાગે છે કે આ માણસ ઘણો જ ‘નીચ’ પ્રકારનો છે. તેમાં કોઈજ સભ્યતા નથી અને આવા પ્રસંગે આ પ્રકારનું ગંદા રાજકારણની શું જરૂરિયાત છે.”

First Published: Thursday, 7 December 2017 8:23 PM

ટોપ ફોટો

ISIએ ભારતીય ઉચ્ચાયોગના અધિકારીઓને ફસાવવા બિછાવી હનીટ્રેપની જાળ, કાવતરું નિષ્ફળ
Jioની ધમાકેદાર ઓફર, 25 ડિસે. સુધી કંપની આપી રહી છે ત્રિપલ કેશબેક
ભારતે શ્રીલંકાને 8 વિકેટે હરાવી વન ડે શ્રેણી 2-1થી જીતી, શિખર ધવનની સદી
View More »

Related Stories

હિમાચલ પ્રદેશ ચૂંટણી પરિણામ LIVE: મતગણતરી શરૂ, પળેપળની વિગતો માટે જોતા રહો
હિમાચલ પ્રદેશ ચૂંટણી પરિણામ LIVE: મતગણતરી શરૂ, પળેપળની વિગતો માટે જોતા...

શિમલાઃ હિમાચલ પ્રદેશમાં સવારે 8 કલાકે મતગણતરી શરૂ થઈ ગઈ છે. સૌથી પહેલા

સુરક્ષા વધારવા માટે દેશની તમામ ટ્રેનોમાં CCTV કેમેરા લગાવવા પર વિચાર કરી રહ્યું છે રેલવે
સુરક્ષા વધારવા માટે દેશની તમામ ટ્રેનોમાં CCTV કેમેરા લગાવવા પર વિચાર...

નવી દિલ્હીઃ રેલવે મંત્રાલયે મહિલા સુરક્ષાની દિશામાં મહત્વપૂર્ણ પગલુ ભરતા

‘ગાંધી’ અટકના કારણે આટલી નાની ઉંમરે બની શક્યો 2 વાર સાંસદઃ વરુણ ગાંધી
‘ગાંધી’ અટકના કારણે આટલી નાની ઉંમરે બની શક્યો 2 વાર સાંસદઃ વરુણ...

હૈદરાબાદઃ ભાજપ સાંસદ વરુણ ગાંધીએ કહ્યું કે, ‘ગાંધી’ અટક હોવાના કારણે તેમને

પંજાબ નગર નિગમ ચૂંટણી 2017 મતદાન શરૂ, કોંગ્રેસ, આપ અને અકાલી દળ વચ્ચે સીધી ટક્કર
પંજાબ નગર નિગમ ચૂંટણી 2017 મતદાન શરૂ, કોંગ્રેસ, આપ અને અકાલી દળ વચ્ચે...

નવી દિલ્હીઃ પંજાબમાં આજથી ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશન અને 32 નગર પંચાયતો

છિંદવાડાઃ કમલનાથ પર બંદૂક તાણનાર પોલીસકર્મી સામે FIR, SIT કરશે તપાસ
છિંદવાડાઃ કમલનાથ પર બંદૂક તાણનાર પોલીસકર્મી સામે FIR, SIT કરશે તપાસ

છિંદવાડા: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ સાંસદ કમલનાથ પર શુક્રવારે

ભાજપ સાંસદ સંજય કાકડેની ભવિષ્યવાણી, ગુજરાતમાં હારી રહી છે પાર્ટી
ભાજપ સાંસદ સંજય કાકડેની ભવિષ્યવાણી, ગુજરાતમાં હારી રહી છે પાર્ટી

નવી દિલ્લી: ગજરાત વિધાનસભાની  ચૂંટણી સાથે જોડાયેલા દરેક એક્ઝિટ પોલમાં

રાજકીય સંન્યાસની જાહેરાત બાદ પ્રિયંકા ગાંધીએ કહ્યું, '2019માં સોનિયા ગાંધી જ રાયબરેલીથી  લડશે ચૂંટણી’
રાજકીય સંન્યાસની જાહેરાત બાદ પ્રિયંકા ગાંધીએ કહ્યું, '2019માં સોનિયા...

નવી દિલ્લી: કૉંગ્રેસ અધ્યક્ષની કમાન રાહુલ ગાંધીએ સંભાળ્યા બાદ એવી અટકળો

મેઘાલયમાં મોદીએ કહ્યું, પૂર્વોત્તરના વિકાસ માટે કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ
મેઘાલયમાં મોદીએ કહ્યું, પૂર્વોત્તરના વિકાસ માટે કેન્દ્ર સરકાર...

શિલોંગઃ મિઝોરમમાં હાઇડ્રોપાવર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાન