મક્કા મસ્જિદ વિસ્ફોટ: અસીમાનંદ સહિત તમામ આરોપીઓ નિર્દોષ જાહેર

By: abpasmita.in | Last Updated: Monday, 16 April 2018 12:55 PM
મક્કા મસ્જિદ વિસ્ફોટ: અસીમાનંદ સહિત તમામ આરોપીઓ નિર્દોષ જાહેર

નવી દિલ્હીઃ મક્કા મસ્જિદ વિસ્ફોટ મામલે તમામ આરોપીઓને એનઆઇએની ખાસ અદાલતે નિર્દોષ જાહેર કર્યા હતા. કોર્ટે આ મામલે અસીમાનંદ સહિત તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. નોંધનીય છે કે 18 મે 2007ના રોજ હૈદરાબાદની સુપ્રસિદ્ધ અને ઐતિહાસિક મક્કા મસ્જિદમાં જુમ્માની નમાઝ દરમિયાન વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં નવ લોકોના મોત થયા હતા અને 58 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

આ મામલે 10 આરોપીઓમાંથી 8 લોકો વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ વિસ્ફોટની પ્રારંભિક તપાસ સ્થાનિક પોલીસે કરી હતી અને બાદમાં કેસ સીબીઆઇને સોંપી દેવામાં આવ્યો હતો. વિસ્ફોટ સમયે 10 હજાર લોકો મસ્જિદમાં હાજર હતા. તો બે જીવતા બોમ્બ પણ મળી આવ્યાં હતા જેને હૈદરાબાદ પોલીસે નિષ્ક્રિય કરી દીધાં હતા. બ્લાસ્ટ મામલે CBIએ સૌથી પહેલાં વર્ષ 2010માં અસીમાનંદની ધરપકડ કરી હતી. પરંતુ 2017માં તેઓને શરતી જામીન મળી ગયા હતા.
આ મામલે કોર્ટમાં અત્યાર સુધીમાં 226 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા હતા અને કોર્ટ સામે 411 દસ્તાવેજ રજૂ કરાયા હતા પરંતુ એનઆઇએને આ કેસની તપાસમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો કારણ કે 64 સાક્ષીઓ કોર્ટ સામે ફરી ગયા હતા. જેમાં લેફ્ટિનન્ટ કર્નલ શ્રીકાંત પુરોહિત અને ઝારખંડના મંત્રી રણધીરકુમાર સિંહનો સમાવેશ થાય છે.

First Published: Monday, 16 April 2018 12:53 PM

ટોપ ફોટો

મેચ બાદ પ્રિટી ઝિંટા દોડીને કોને ભેટી પડી ને કયા ખેલાડી સાથે કર્યું ‘બલ્લે બલ્લે’, જાણો વિગત
મેરેજ પહેલાં જોવા મળ્યો સોનમ કપૂરનો ગ્લેમરસ અંદાજ, જુઓ તસવીરો
હવે સુનીલ ગ્રોવર જોવા મળશે નવા અવતારમાં, આ ફિલ્મમાં બનશે સલમાન ખાનનો મિત્ર
View More »

Related Stories

એકજ દિવસમાં 'ન્યૂઝીલેન્ડ'ના આ 2 સ્ટાર ખેલાડીઓએ ક્રિકેટને કહ્યું અલવિદા, જાણો કોણ
એકજ દિવસમાં 'ન્યૂઝીલેન્ડ'ના આ 2 સ્ટાર ખેલાડીઓએ ક્રિકેટને કહ્યું...

નવી દિલ્હીઃ ક્રિકેટ માટે ગુરુવારનો દિવસ સંન્યાસ માટે ખાસ રહ્યો. એકજ