દિલ્હીઃ ક્રિસમસના દિવસે 19 વર્ષીય યુવતી પર ગેંગરેપ, બે આરોપીઓની ધરપકડ

By: abpasmita.in | Last Updated: Thursday, 28 December 2017 10:05 AM
દિલ્હીઃ ક્રિસમસના દિવસે 19 વર્ષીય યુવતી પર ગેંગરેપ, બે આરોપીઓની ધરપકડ

નવી દિલ્હીઃ દિલ્હીમાં એક 19  વર્ષીય યુવતી પર ગેંગરેપ થયાની ઘટના સામે આવી છે. ક્રિસમસના દિવસે દિલ્હીની સરોજની નગર વિસ્તારમાં ત્રણ યુવકોએ યુવતી પર ગેંગરેપ ગુજાર્યો હતો. પીડિતાએ પોતે જ 100 નંબર ડાયલ કરીને પોલીસને આ ઘટનાની જાણકારી આપી હતી.

યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે, તે મોડલિંગની દુનિયામાં પોતાનું નસીબ અજમાવી રહી છે. લગભગ બે મહિના અગાઉ તે આ સંબંધમાં મુંબઇ ગઇ હતી. ત્યાં તેની મુલાકાત દિલ્હીના સતીશ નામના યુવક સાથે થઇ હતી. સતીશે યુવતીને કહ્યું હતું કે, તેની દિલ્હીમાં સારી ઓળખાણ છે. જો યુવતી દિલ્હી જશે તો ત્યાં તેની મુલાકાત તે ડિરેક્ટર સાથે કરાવશે.

યુવતી આરોપી સતીશની જાળમાં ફસાઇ ગઇ હતી અને દિલ્હી આવી હતી. અહીં જામિયા નગરમાં ભાડા પર રહેવા લાગી હતી. યુવતીનો આરોપ છે કે છેલ્લા 15 દિવસમાં સતીશ તેને શહેરમાં ફેરવી રહ્યો હતો. ક્રિસમસના એક દિવસ અગાઉ 24ના રોજ આરોપીએ યુવતીને કોલ કરીને સાઉથ દિલ્હીના એક મોટા મોલમાં બોલાવી હતી. ત્યાં સતીશની સાથે જગ્ગી નામનો તેનો એક મિત્ર પણ હતો.

મોલમાં તમામ લોકોએ પાર્ટી કરી હતી અને ત્યારબાદ સતીશ યુવતીને લઇને સરોજની નગર વિસ્તારમાં એક ફ્લેટમાં પહોંચ્યો હતો. ત્યાં હરેન્દ્ર નામનો તેનો એક મિત્ર પણ હતો. યુવતીનો આરોપ છે કે ત્યાં આરોપીઓએ નશીલું પીણુ પીવડાવી દીધું હતું. બાદમાં ત્રણેયે તેના પર રેપ ગુજાર્યો હતો. મેડિકલ ટેસ્ટમાં રેપની પુષ્ટી થતાં પોલીસે એફઆઇઆર નોંધી બે આરોપીઓની ધરપકડ કરી હતી.

 

First Published: Thursday, 28 December 2017 10:05 AM

ટોપ ફોટો

અમદાવાદ: 'પદ્માવત'ના વિરોધમાં તોડફોડ-આગચંપી, ટોળાને કાબૂમાં લેવા પોલીસનું હવામાં બે રાઉન્ડ ફાયરિંગ
‘વડનગર સામે વડગામ મોડલ ઉભું કરીશ’, શપથ લીધા પછી જીજ્ઞેશ મેવાણીએ કર્યું બીજું શું એલાન?
રાજ્યની કઈ 75 નગરપાલિકાઓમાં થશે મતદાન? જાણો તેમના નામ
View More »

Related Stories

અમદાવાદ: ‘પદ્માવત’ના વિરોધમાં તોડફોડ, અજાણ્યા શખ્સોએ વાહનોમાં કરી આગચંપી,જુઓ વીડિયો
અમદાવાદ: ‘પદ્માવત’ના વિરોધમાં તોડફોડ, અજાણ્યા શખ્સોએ વાહનોમાં કરી...

અમદાવાદ: પદ્માવત ફિલ્મની આગ અમદાવાદમાં જોવા મળી છે.  પદ્માવત ફિલ્મનો વિરોધ