સંસદ સભ્યએ લોકસભાની તમામ મર્યાદા તોડી, ઘુંઘરૂ, શંખ, વાસળી વગાડ્યા બાદ હવે શરણાઈ વગાડી

By: abpasmita.in | Last Updated: Tuesday, 13 March 2018 3:18 PM
સંસદ સભ્યએ લોકસભાની તમામ મર્યાદા તોડી, ઘુંઘરૂ, શંખ, વાસળી વગાડ્યા બાદ હવે શરણાઈ વગાડી

નવી દિલ્લી: ટીડીપીના સાંસદ એન શિવપ્રસાદે સોમવારે લોકસભામાં તમામ હદ પાર કરી હતી. શૂન્યકાળ દરમિયાન સાંસદ શિવપ્રસાદ વારંવાર શરણાઈ વગાડી રહ્યા હતા. આ પહેલા તેઓ સદનમાં ઘુંઘરૂ, શંખ અને વાસડી વગાડીને વિરોધ કરી ચુક્યા છે. તેઓ સ્પીકર સુમિત્રા મહાજન અને મહાસચિવ સ્નેહલતા શ્રીવાસ્તવના કાન પાસે શરણાઈ વગાડતા રહ્યા. કાન પાસે શરણાઈ વગાડાતા મહાસચિવ પરેશાન થયા હતા.

શિવપ્રસાદ સામાન્ય બજેટ રજૂ થયા બાદથી ઘણી વખત સદનમાં વિરોધ નોંધાવતા રહ્યા છે. શરૂઆતમાં તેઓ સદનમાં ઘુંઘરૂ પહેરીને આવતા રહ્યા. ત્યારબાદ તેમણે શંખ અને વાસળી વગાડીને વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન તેઓ એક દિવસ તાંત્રિકની ભૂમિકામાં જોવા મળ્યા હતા. સોમવારે સાંસદ શિવપ્રસાદે શૂન્યકાળમાં શરણાઈ બગાડવાનુ શરૂ કર્યું. આ દરમિયાન તેઓ શરણાઈને ક્યારેક મહાસચિવના કાન પાસે લઈ જઈ રહ્યા હતા તો ક્યારેક આસન પર બેઠેલા સ્પીકરની એકદમ નજીક.

ઉલ્લેખનીય છે કે આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યોનો દરજ્જો ન આપવાથી નારાજ ટીડીપીએ ગઠબંધન તોડી નાખ્યું છે. ટીડીપીના સાંસદ સામાન્ય બજેટ રજૂ થયા બાદથી જ સદનમાં આક્રમક વલણમાં જોવા મળી રહ્યા છે.

First Published: Tuesday, 13 March 2018 3:18 PM

ટોપ ફોટો

નિદાહાસ ટ્રોફીઃ આજે ભારત-બાંગ્લાદેશ વચ્ચે ફાઇનલ, બની શકે છે અનેક રેકોર્ડ
સુરતઃ 20 કરોડના હીરાની લૂંટનો ભેદ ઉકેલવામાં પોલીસને મળી સફળતા, જાણો ક્યાંથી મળ્યા હીરા
બાંગ્લાદેશના બે ખેલાડીને ICCએ કેમ ફટકારી સજા, જાણો શું છે મામલો
View More »

Related Stories

નિદાહાસ ટ્રોફી: શ્રીલંકાને બે વિકેટે હરાવી બાંગ્લાદેશ પહોચ્યું ફાઈનલમાં, 18મીએ ભારત સાથે ટકરાશે
નિદાહાસ ટ્રોફી: શ્રીલંકાને બે વિકેટે હરાવી બાંગ્લાદેશ પહોચ્યું...

કોલંબો: બાંગ્લાદેશ અને શ્રીલંકાની વચ્ચે રમાયેલી નિદાહાસ ટ્રાઈ સીરીઝની