ભાજપમાં જોડાતા જ નરેશ અગ્રવાલનું વિવાદીત નિવેદન, કહ્યું- નાચવાવાળી માટે મારી ટિકીટ કાપી

By: abpasmita.in | Last Updated: Monday, 12 March 2018 10:17 PM
ભાજપમાં જોડાતા જ નરેશ અગ્રવાલનું વિવાદીત નિવેદન, કહ્યું- નાચવાવાળી માટે મારી ટિકીટ કાપી

નવી દિલ્લી: પોતાના વિવાદીત નિવેદનોના કારણે જાણીતા નરેશ અગ્રવાલ ભાજપમાં સામેલ થતાં જ તેમણે વધુ એક વિવાદીત નિવેદન આપ્યું છે. નરેશ અગ્રવાલે કહ્યું મારી રાજ્યસભાની ટીકિટ ફિલ્મોમાં નાચવાવાળી માટે કાપવામાં આવી. સમાજવાદી પાર્ટીએ આ વખતે ઉત્તર પ્રદેશથી જયા બચ્ચનને રાજ્યસભા ઉમેદવાર બનાવ્યા છે.

નરેશ અગ્રવાલે આ પ્રકારનુ નિવેદન આપતા સુષ્મા સ્વરાજે ટ્વીટ કર્યું, તેમણે લખ્યું નરેશ અગ્રવાલનું ભારતીય જનતા પાર્ટીમાં  સ્વાગત છે, પરંતુ જયા બચ્ચન પર કરવામાં આવેલી ટીપ્પણી યોગ્ય  નથી.

નરેશ અગ્રવાલે આ નિવેદન આપતા મંચ પર સાથે બેસેલા ભાજપના નેતાઓને તેની ગંભીરતા સમજાઈ ગઈ. મંચ પર રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ અગ્રવાલના નિવેદન પર સફાઈ આપતા કહ્યું ચલચિત્રમાં હોય કે જીવનના કોઈપણ ક્ષેત્રમાં હોઈ ભારતીય જનતા પાર્ટી તમામનું સમ્માન કરે છે. ભાજપમાં સામેલ થતા નરેશ અગ્રવાલે કહ્યું જ્યાં સુધી રાષ્ટ્રીય પાર્ટીમાં સામેલ નહી થાય ત્યાં સુધી રાષ્ટ્રની સમસ્યાઓનો હલ નહી થાય.

નરેશ અગ્રવાલનું ભાજપમાં જવુ સમાજવાદી પાર્ટી માટે એક મોટા ઝટકા સમાન છે. નરેશ અગ્રવાલ રાષ્ટ્રીય રાજનીતિમાં સપાનો મુખ્ય ચહેરો છે. નરેશ અગ્રવાલ હંમેશા પોતાના નિવેદનોના કારણે મીડિયમાં ચમકતા રહે છે. ઘણી વખત વિવાદીત નિવેદનોના કારણે તેમણે માફી પણ માંગવી પડી છે. સપામાં જ્યારે અખિલેશ અને મુલાયમ વચ્ચે મતભેદ થયા હતા ત્યારે નરેશ અગ્રવાલે અખિલેશને સમર્થન આપ્યું હતું.

First Published: Monday, 12 March 2018 10:05 PM

ટોપ ફોટો

JIOનો આઈડિયા મુકેશ અંબાણીને કોણે આપ્યો હતો, નામ સાંભળીને તમે પણ ચોંકી જશો
ઈરફાન ખાનને થયેલી બીમારી 1 લાખમાંથી માત્ર 5 લોકોને થાય છે, જાણો આ બીમારી વિશે
‘બાગી-2’માં માધુરીનાં ‘એક દો તીન’ ગીત પર જૈકલીન કરશે ડાન્સ, તસવીરોમાં જુઓ પહેલો લૂક
View More »

Related Stories

દહેરાદૂનમાં ઈન્દિરા માર્કેટમાં ભીષણ આગ, ગુજરાતના ૮ વેપારીઓની દુકાનો સળગી
દહેરાદૂનમાં ઈન્દિરા માર્કેટમાં ભીષણ આગ, ગુજરાતના ૮ વેપારીઓની...

દહેરાદૂન: શુક્રવારે સવારે દેહરાદૂનની ઈન્દિરા માર્કેટમાં આગ લાગવાને કારણે

કેજરીવાલે મજીઠિયાની માંગી માફી, ભગવંત માને પાર્ટીમાંથી આપ્યું રાજીનામું
કેજરીવાલે મજીઠિયાની માંગી માફી, ભગવંત માને પાર્ટીમાંથી આપ્યું...

ચંડીગઢઃ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ

યૂપી પેટા ચૂંટણીમાં હાર બાદ શત્રુધ્ન, રમાકાંતે સવાલો ઉઠાવ્યા, સ્વામીએ હારનુ ઠીકરૂ યોગી પર ફોડ્યું
યૂપી પેટા ચૂંટણીમાં હાર બાદ શત્રુધ્ન, રમાકાંતે સવાલો ઉઠાવ્યા,...

નવી દિલ્લી: યૂપીની પેટા ચૂંટણીમાં ભાજપની હાર બાદ પાર્ટીની અંદર જ વિરોધ સામે