65મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત, આ ગુજરાતી ફિલ્મને મળ્યો એવોર્ડ

By: abpasmita.in | Last Updated: Friday, 13 April 2018 1:00 PM
65મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત, આ ગુજરાતી ફિલ્મને મળ્યો એવોર્ડ

નવી દિલ્હીઃ આજે 65મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મની કેટેગરીમાં ગુજરાતી ફિલ્મ ઢ ને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. આ ફિલ્મ મનીષ સૈનીએ બનાવી હતી. 2017માં બનેલી આ ફિલ્મમાં ત્રણ બાળ મિત્રોની સ્ટોરી છે. ફિલ્મમાં બોલિવૂડ એક્ટર નસરુદ્દીન શાહે જાદુગરની ભૂમિકા નિભાવી હતી.

તે સિવાય દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીને ફિલ્મ મોમ માટે સર્વશ્રેષ્ઠ એક્ટ્રેસનો એવોર્ડ અપાયો હતો. રાજકુમાર રાવની ફિલ્મ ન્યૂટનને સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર અપાયો હતો. વિનોદ ખન્નાને મરણોપરાંત દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમિતિના ચેરમેન અને જાણીતા ડિરેક્ટર શેખર કપૂરે પુરસ્કારનોની જાહેરાત કરી હતી. તમામ વિજેતાઓને 3 મેના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હાથે પુરસ્કાર આપવામાં આવશે.

-બેસ્ટ મરાઠી ફિલ્મઃ કચ્ચા લિંબુ (ડિરેક્ટર-પ્રસાદ ઓક)

-બેસ્ટ કોરિયોગ્રાફીઃ ફિલ્મ ટોયલેટ એક પ્રેમ કથાના ગીત ‘ગોરી તૂ લઠ્ઠ માર’ માટે ગણેશ આચાર્યને

-બેસ્ટ બ્રેકગ્રાઉન્ડ સ્કોર- દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીની ફિલ્મ મોમ માટે એ.આર. રહેમાનને

-બેસ્ટ એક્શન ડિરેક્શન- બાહુબલી-2

-સ્પેશ્યલ મેન્શન એવોર્ડ (મરાઠી ફિલ્મ): મોરક્યા

-સ્પેશ્યલ મેન્શન એવોર્ડ (ઉડિયા ફિલ્મ)હલો આર્સી

-સ્પેશ્યલ મેન્શન એવોર્ડ (મલયાલમ ફિલ્મ): ટેક ઓફ

-બેસ્ટ બાંગ્લા ફિલ્મ- મયૂરાક્ષી

– નેશનલ એવોર્ડ, સિનેમા પર સર્વશ્રેષ્ઠ આલોચક: ગિરિધર ઝા

First Published: Friday, 13 April 2018 1:00 PM

ટોપ ફોટો

'કાર્ડ છપાવીને ફરતા' કોંગ્રેસના નેતાઓને પરેશ ધાનાણીએ શું આપી ચીમકી? રાહુલનો ક્યો મેસેજ સંભળાવ્યો?
ભાવનગરઃ ખૂબસૂરત પત્નીને પતિ મેક-અપ વિના જોઈ ગયો ને કેમ લાગી ગયો મોટો આંચકો ?
સ્વામિનારાયણ સાધુ યુવતીને ભગાડી ગયો? યુવતીના ભાઈએ શું કર્યું, જાણો વિગત
View More »

Related Stories

2654 કરોડના બેન્ક કૌભાંડી ભટનાગર ભાઇઓની રાજસ્થાનના ઉદયપુરથી ધરપકડ
2654 કરોડના બેન્ક કૌભાંડી ભટનાગર ભાઇઓની રાજસ્થાનના ઉદયપુરથી ધરપકડ

ગાંધીનગરઃ બે હજાર કરોડના બેંક કૌભાંડી ભટનાગર બંધુઓને રાજસ્થાનના

ગાંધીનગરઃ RNTCP કર્મચારીઓએ વિવિધ માંગણીઓ સાથે યોજી રેલી
ગાંધીનગરઃ RNTCP કર્મચારીઓએ વિવિધ માંગણીઓ સાથે યોજી રેલી

ગાંધીનગરઃ RNTCP અંતર્ગત કરાર આધારિત ફરજ બજાવતાં કર્મચારીઓએ આજે ગાંધીનગરમાં