દિલ્લીમાં સોમવારથી નહીં લાગુ થાય ઓડ-ઈવન, NGTમાં સરકાર ફરી કરશે રજૂઆત

By: abpasmita.in | Last Updated: Saturday, 11 November 2017 4:05 PM
દિલ્લીમાં સોમવારથી નહીં લાગુ થાય ઓડ-ઈવન, NGTમાં સરકાર ફરી કરશે રજૂઆત

નવી દિલ્લી: દિલ્લીમાં પ્રદુષણને ધ્યાનમાં રાખીને ઓડ-ઈવન સ્કીમ લાગુ કરવા માટે સતત વિવાદ ચાલી રહ્યો છે. આ મામલે બે દિવસથી નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ દ્વારા સુનાવણી પણ કરવામાં આવી રહી છે. આજે બીજા દિવસની સુનાવણી પછી એનજીટીએ સોમવારથી દિલ્હીમાં શરતો સાથે ઓડ-ઈવન લાગુ કરવાની મંજૂરી આપી હતી. પરંતુ હવે દિલ્હી ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર કૈલાશ ગેહલોતે કહ્યું છે કે, દિલ્હી સરકાર સોમવારથી ઓડ-ઈવન સ્કીમ લાગુ નહીં કરે અને આ મામલે ફરી તેઓ સોમવારે એનજીટીમાં જશે.

સુનાવણી દરમિયાન એનજીટીએ દિલ્હી સરકારની ઝાટકણી કર્યા પછી અને ઘણાં સવાલો ઊભા કર્યા પછી અમુક શરતો સાથે ઓડ-ઈવનને મંજૂરી આપી છે. એનજીટીએ દિલ્હીમાં સોમવારથી પાંચ દિવસ માટે ઓડ-ઈવન સ્કીમ લાગુ કરવાની મંજૂરી આપી હતી. જોકે આ સ્કીમમાં ટૂ-વ્હીલર વાહનો, મહિલાઓ અને VVIPvs પણ છૂટ આપવામાં આપી નહતી. તે સમયે સરકારે પણ શરતો અને કાયદાનું પાલન કરીને સ્કીમ શરૂ કરવાનો વિશ્વાસ આપ્યો હતો.

આ પહેલા NGTએ દિલ્હી સરકારના આ નિર્ણય પર ઘણા પ્રશ્નો ઉભા કર્યા હતા. ટ્રિબ્યુનલે પૂછ્યું હતું કે આખરે આ નિર્ણય આટલી બધી ઉતાવળમાં કેમ લેવામાં આવ્યો. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને દિલ્હી પોલ્યુશન કંટ્રોલ કમિટીએ પોતાની રિપોર્ટમાં કહ્યં છે કે ફોર-વ્હીલર વાહનો કરતા ટુ-વ્હીલર વધુ પ્રદૂષણ ફેલાવે છે. કુલ પ્રદૂષણમાં 20 ટકા ફાળો ટુ-વ્હીલર્સનો જ છે.’ NGTનું માનવું છે કે, ‘પાણીનો છાંટવાથી પ્રદૂષણ સારી રીતે કાબૂમાં રહેશે.’ ટ્રિબ્યુનલે UP સરકારથી પણ પૂછ્યું કે નોએડા અને ગ્રેટર નોએડામાં પર્યાવરણના નિયમોના ઉલ્લંઘન કરનાર કેટલા લોકોને દંડ કરવામાં આવ્યો છે.

First Published: Saturday, 11 November 2017 2:06 PM

ટોપ ફોટો

આજે ભારતીય ક્રિકેટર ભુવનેશ્વર કુમારના લગ્ન, પ્રભુતામાં પાડશે પગલા
ગેસ વિવાદ મુદ્દે હાઈ કોર્ટે મુકેશ અંબાણીને આપ્યો ઝાટકો, જાણો શું કહ્યું....
ફરી એકવાર મેદાન પર આમને-સામને થશે વીરેન્દ્ર સેહવાગ અને શોએબ અખ્તર
View More »

Related Stories

IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ
IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ

કોલકાતા: શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો કરવામાં આવી હતી. ટેસ્ટ મેચના

57 સિક્સર, 27 ચોગ્ગા સાથે બનાવ્યો વનડે ક્રિકેટનો સૌથી હાઈએસ્ટ સ્કોર, જાણો કોણ છે ક્રિકેટર
57 સિક્સર, 27 ચોગ્ગા સાથે બનાવ્યો વનડે ક્રિકેટનો સૌથી હાઈએસ્ટ સ્કોર,...

નવી દિલ્લી: સાઉથ આફ્રિકાના 20 વર્ષના ક્રિકેટર શેન ડેડ્સવેલે ક્લબ મેચ

LIVE Ind Vs SL: શિખર ઘવન, રાહુલની શાનદાર બેટિંગ, કોલકતા મેચ ડ્રો તરફ
LIVE Ind Vs SL: શિખર ઘવન, રાહુલની શાનદાર બેટિંગ, કોલકતા મેચ ડ્રો તરફ

કોલકતા:  વરસાદથી પ્રભાવિત કોલકાતા ટેસ્ટ મેચ હાલમાં ડ્રો તરફ જતી નજર આવી રહી