નિઠારી કાંડઃ રેપ અને હત્યા કેસમાં CBI કોર્ટે પંઢેર અને કોલીને આપી ફાંસીની સજા

By: abpasmita.in | Last Updated: Monday, 24 July 2017 3:09 PM
નિઠારી કાંડઃ રેપ અને હત્યા કેસમાં CBI કોર્ટે પંઢેર અને કોલીને આપી ફાંસીની સજા

નવી દિલ્હીઃ નોઇડાના બહુચર્ચિ નિઠારી કાંડમાં આરોપી મનિંદર સિંહ પંઢેર અને સુરેન્દ્ર કોલીને ફાંસીની સજા આપવામાં આવી છે. ગાજીયાબાદની સ્પેશ્યલ સીબીઆઇ કોર્ટે 20 વર્ષીય પિંકી સરકાર પર રેપ અને હત્યા મામલે પંઢેર અને કોલીને દોષિત ઠેરવવામાં આવ્યા છે. વર્ષ 2006માં થયેલા નિઠારી કાંડનો આ આઠમો કેસ છે જેમાં બંન્નેને સજા સંભળાવવામાં આવી છે.

નોઇડાના નિઠારીમાં રહેતી પિંકી સરકારના અપહરણ, રેપ અને હત્યા મામલે સીબીઆઇની કોર્ટે પંઢેર અને કોલીને દોષિત ઠેરવ્યા હતા. નિઠારી કાંડના અન્ય મામલામાં કોલીને ફાંસીની સજા મળી ચૂકી છે પરંતુ પંઢેર હજુ સુધી જામીન પર બહાર હતો. પંઢેરને હત્યા અને રેપ સહિત કાવતરુ રચવાનો દોષિત ઠેરવાયો હતો.

વર્ષ 2006માં દેશને હચમચાવી મુકનારા આ કાંડમાં નિઠારીમાં આવેલી કોઠી નંબર ડી-5ની પાછળ આવેલી ગટરમાંથી અનેક કંકાલો અને ખોપડીઓ મળી આવી હતી. આ મામલે કોઠીના માલિક મનિંદર સિંહ પંઢેર અને તેના નોકર સુરેન્દ્ર કોલીને આરોપી બનાવવામાં આવ્યા હતા. નિઠારી પોલીસ સતત ગુમ થઇ રહેલા બાળકોને લઇને પરેશાન હતી. કોઠીમાંથી પોલીસે બાળકોના ચંપલ, કપડા અને બાકીના સામાન મળ્યો હતો. સરકારે આ કેસને સીબીઆઇને સોંપ્યો હતો. અત્યાર સુધી કોલીને સાત કેસમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી ચૂકી છે.

 

First Published: Monday, 24 July 2017 3:09 PM

ટોપ ફોટો

ગુજરાતના કયા સાંસદને રિવોલ્વરથી ઉડાવી દેવાની આપી ધમકી, કોણે આપી આવી ધમકી, જાણો વિગતે
કોલકાતા ટેસ્ટમાં વિરાટ કહોલીએ 50મી સદી ફટકારી સચિનનો આ રેકોર્ડ તોડ્યો
SBIના ગ્રાહક ઝડપથી પૂરું કરી લે આ કામ, નહીં તમારું એકાઉન્ટ થશે બંધ!
View More »

Related Stories

રાહુલ ગાંધી ફરિ આવશે ગુજરાત, અમદાવાદમાં કરશે રોડ-શો, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
રાહુલ ગાંધી ફરિ આવશે ગુજરાત, અમદાવાદમાં કરશે રોડ-શો, જાણો સંપૂર્ણ...

અમદાવાદ: કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી  ફરી  ગુજરાતના પ્રવાસે આવશે.

ગુજરાત જીતીશું, કૉંગ્રેસમુક્ત ભારત માટે રાહુલનું અધ્યક્ષ બનવું જરૂરી: યોગી આદિત્યનાથ
ગુજરાત જીતીશું, કૉંગ્રેસમુક્ત ભારત માટે રાહુલનું અધ્યક્ષ બનવું...

  નવી દિલ્લી: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે યૂપીના