નૌસેના પર ભડક્યા ગડકરી, કહ્યું– દક્ષિણ મુંબઈમાં એક ઈંચ પણ નહીં મળે જમીન, સરહદ પર રહો

By: abpasmita.in | Last Updated: Thursday, 11 January 2018 11:24 PM
નૌસેના પર ભડક્યા ગડકરી, કહ્યું– દક્ષિણ મુંબઈમાં એક ઈંચ પણ નહીં મળે જમીન, સરહદ પર રહો

નવી દિલ્લી: કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ ગુરવારે નૌસેના પર સવાલ ઉઠાવતા કહ્યું કે નૌસેનાના બધા અધિકારીઓને આલીશાન દક્ષિણ મુંબઈ વિસ્તારમાં રહેવાની જરૂર શા માટે પડી. તેમણે કહ્યું કે નૌસેનાને આ વિસ્તારમાં ફ્લેટ કે ક્વાર્ટર બનાવવા માટે એક પણ ઈંચ જમીન નહીં આપવામાં આવે.

નિતિન ગડકરીએ એક સાર્વજનિક કાર્યક્રમમાં જાહેરમાં જ નેવી પર ગુસ્સો ઠાલવતા કહ્યું કે, નેવીનું કામ બોર્ડર પર સુરક્ષા જાળવવાનું છે. જ્યાં આતંકીઓ ઘુસણખોરી કરે છે. તો તેઓ મલબાર હિલમાં શુ કરે છે? હવે નેવીના અધિકારીઓને દક્ષિણ મુંબઈમાં તેમના માટે ક્વાર્ટર જોઈએ છે. હું એક પણ ઈંચ જમની નહીં આપું.

પીટીઆઈ અનુસાર નિતિન ગડકરી અને નૌસેના વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે નૌસેનાએ દક્ષિણ મુંબઈના મલબાર હિલમાં એક તરતા પુલના નિર્માણ માટે અનુમતિ આપવા ઈનકાર કરી દીધો હતો. ટૂરિઝમને વધારવાના હેતુથી એક પ્રાઈવેટ કંપની રશ્મિ ડેવલપમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ અહીં ફ્લોટિંગ હોટલ બનાવવા માગતી હતી અને સીપ્લેન સેવા સરૂ કરવાની યોજના હતી. આ ઉપરાંત ફર્મેનો હેતુ અરબ સાગરથી સીધા તેમના ફાઈવ સ્ટાર હોટલ સુધી યાત્રીઓનને ફેરવીને એક મુસાફરી કરાવી શકાય તેવો પણ હતો. નેવીના વેર્સ્ટન કમાન્ડે સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટને મંજૂરી આપી નથી. તેને લઈને ગડકરી નૌસેનાથી નારાજ હતા.

ગડકરીએ કહ્યું કે, નૌસેનાએ મલબાર હિલ પર ફ્લોટિંગ હોટલના નિર્માણની યોજના પર પ્રતિબંધ લાગાવ્યો છે. જ્યારે હાઈ કોર્ટથી તેને મંજૂરી મળી ગઈ છે. તેમણે કહ્યું, “મલબાર હિલમાં નૌસેના ક્યાં છે.” મલબાર હિલમાં ક્યાંય પણ નૌસેના નથી અને નૌસનાને આ વિસ્તાર સાથે કોઈ લેવાદેવા નથી.”

 

First Published: Thursday, 11 January 2018 9:33 PM

ટોપ ફોટો

ગુજરાત સરકાર ક્યા વિભાગમાં કરશે 6,850ની ભરતી? જાણો કોણ કરી શકશે અરજી?
FB ફ્રેન્ડ સાથે યુવતીને બંધાયા સંબંધ, બંને ભાગીને રાજકોટ પહોંચ્યાં, પતિ ત્યાં ગયો તો શું કર્યું?
'પદ્માવત' મુદ્દે ભણશાળીની બોલીવુડના ક્યા 'ખાન'એ કરી ટીકા? રાજપૂતોના વિરોધને આપ્યું સમર્થન?
View More »

Related Stories