કાળિયાર શિકાર શિકાર કેસમાં સલમાન ખાનને 5 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. અભિનેતા સલમાન ખાનને જોધપુર સેન્ટ્રલ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. અહીં સલમાન ખાનને કોઈ જ વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવશે નહીં. તેને જેલના અન્ય સામાન્ય કેદીઓની જેમ જ રાખવામાં આવશે.
જોકે સલમાન ખાનની સુરક્ષા એકદમ વધારી દેવામાં આવી છે. જેલમાં સલમાન A કેટેગરીનો કેદી રહેશે. તેને ભોજનમાં પણ જેલનું રૂટિન ખાવાનું આપવામાં આવ્યું હતું. ગુરુવારે રાત્રે ભોજનમાં તમામ કેદીઓને રીંગણનું શાક, દાળ અને રોટલી આપવામાં આવી હતી. જોકે સલમાનને રીંગણની સાથે કોબીજનું શાક પણ આપવામાં આવ્યું હતું. જોકે સલમાને જેલનું ભોજન લીધું ન હતું.
સલમાન ઈચ્છે તો જેલમાં દૂધ, કોર્નફ્લેક્સ, ગ્લૂકોન ડી, ફ્રુટ જ્યુસ, શરબત, મિક્સ જૈમ, છાછ, દહીં, કોઈ પણ એક ફળ ખરીદી શકે છે. ખરીદવામાં આવનારા સામાન કેંટિનના લિસ્ટના હિસાબે ઉપલબ્ધ રહે છે. કેદી આ તમામ વસ્તુઓ પોતાના પૈસે ખરીદીને ખાઈ શકે છે.
રાજસ્થાન જેલ ડિપાર્ટમેન્ટના નોટિફિકેશનનું માનવામાં આવે તો કેદીઓને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવે છે. તેમને A, B અને C કેટેગરીમાં વહેંચવામાં આવે છે. સલમાન ખાનને A કેટેગરીમાં રાખવામાં આવ્યો છે.
જોધપુર સેન્ટ્રલ જેલમાં કેદીઓને ત્રણ ટાઈમનું ભોજન આપવામાં આવે છે. સવારે ગોળ, ચણા અને ચા. બપોરે રોટલી, ઘી વાળી દાલ, એક શાક, ભાત, ચટણી અને લીલા મરચા. જ્યારે રાત્રે રોટલી, શાક, દૂધ અને સીઝનલ ફળ. સાંજના સમયે ચા પણ આપવામાં આવે છે. આ ઉપરાંત જો કેદી ઈચ્છે તો પોતાના પૈસે કેંટિનમાંથી જરૂરી વસ્તુઓ ખરીદી શકે છે.
જેલનું ભોજન પ્રિજન મેડિકલ ઓફિસરની દેખરેખ હેઠળ તૈયાર કરવામાં આવે છે. ભોજન તૈયાર થયા બાદ સૌપ્રથમ જેલ સુપ્રિટેંડેંટ અને મેડિકલ ઓફિસરને ચેક કરાવવામાં આવે છે. ત્યાર બાદ જ તેને કેદીઓને વહેંચવામાં આવે છે.