રાજ્યમાં વધતી ગુનાખોરી પર બોલ્યા CM યોગી, કહ્યું- 'ગુનેગારોને છોડવામાં નહી આવે'

By: abpasmita.in | Last Updated: Friday, 19 May 2017 5:29 PM
રાજ્યમાં વધતી ગુનાખોરી પર બોલ્યા CM યોગી, કહ્યું- 'ગુનેગારોને છોડવામાં નહી આવે'

લખનઉઃ ઉત્તરપ્રદેશમાં વધતી ગુનાખોરીને લઇને વિધાનસભામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાનો મત વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, રાજ્યમાં  ગુનેગારોને છોડવામાં નહી આવે. મુખ્યમંત્રીએ વિધાનસભામાં જણાવ્યું કે, અપરાધીઓ વિરુદ્ધ કડક નિર્ણય લેવામાં આવશે. આ અગાઉ પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કાયદો-વ્યવસ્થાને લઇને સરકાર સામે અનેક સવાલ ઉભા કર્યા હતા.

તેમણે કહ્યું કે, ગુનેગારોની જૂની આદતો બહુ જલદી છૂટવાની છે પરંતુ ગુનેગારો ઉત્તરપ્રદેશમાં પોતાનું ભવિષ્ય જાતે જ નક્કી કરે. યોગીએ કહ્યું કે, ખેડૂત, વ્યાપારી અને બેગુનેગારો વિરુદ્ધ અન્યાય સહન કરવામાં નહીં આવે.

ઉત્તરપ્રદેશના મુથરામાં સોમવારની રાત્રે બજારમાં લૂંટ અને હત્યાની ઘટનાના વિરોધમાં મથુરામાં જ્વેલર્સ હડતાલ પર ઉતર્યા છે. જ્વેલર્સની માંગ છે કે મુખ્યમંત્રી આદિત્યનાથ તમામ જ્વેલર્સની સુરક્ષા નિશ્વિત કરે.

 

First Published: Friday, 19 May 2017 5:29 PM

ટોપ ફોટો

પ્રવાસીઓની ટિકિટ કેન્સલેશનમાંથી રેલવેએ કરી તગડી કમાણી
Box Office પર ફ્યૂઝ થઈ સલમાન ખાનની 'ટ્યૂબલાઈટ', ઈદના દિવસે ન કરી શકી કમાલ!
આતંકી ખતરાની વચ્ચે અમરનાથ યાત્રાની પ્રથમ બેચ જમ્મૂથી રવાના
View More »

Related Stories

Recommended