નવી દિલ્હીઃ ગૂગલ માટે કામ કરતા સોફ્ટવેર એન્જિનિયરે અમેરિકન મહિલાની કરી છેડતી

By: abpasmita.in | Last Updated: Saturday, 13 January 2018 11:22 AM
નવી દિલ્હીઃ ગૂગલ માટે કામ કરતા સોફ્ટવેર એન્જિનિયરે અમેરિકન મહિલાની કરી છેડતી

નવી દિલ્હીઃ ગૂગલમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતા એનઆરઆઇ યુવક પર દિલ્હીમાં એક અમેરિકન મહિલાની છેડતી કર્યાનો આરોપ લાગ્યો છે. પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટના 8 જાન્યુઆરીના રોજ રાત્રે 10 વાગ્યાની છે જ્યારે આરોપી અનમોલસિંહ ખરબંદા હોટલના બારમાં એક 52 વર્ષીય મહિલાને મળ્યો હતો અને તેની વાતચીત શરૂ કરી હતી. બાદમાં ખરબંદા મહિલાને ધૂમ્રપાન કરવા માટે પોતાના રૂમમાં લઇ ગયો હતો અને તેની સાથે છેડતી કરી હતી.

પોલીસે કહ્યું કે, ગૂગલમાં કામ કરતા ખરબંદા ઘટના સમયે દારૂના નશામાં હતો. ઘટના બાદ મહિલા જયપુર ચાલી ગઇ હતી. અધિક્ષક પોલીસ કમિશનર બીકે સિંહે કહ્યું કે, જયપુરથી દિલ્હી પાછા ફર્યા બાદ મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પીડિતાએ ફરિયાદ બાદ ખરબંદાની પૂછપરછ કરવામાં આવી છે અને તેની ધરપકડ કરાઇ છે.

First Published: Saturday, 13 January 2018 11:22 AM

ટોપ ફોટો

ગુજરાતના રાજકારણમાંથી બેનની વિદાય, બન્યા MPના ગવર્નર, જાણો રાજકીય સફર
WhatsAppનું બિઝનેસ એપ થયું લોન્ચ, જાણો તેના ફિચર્સ
કડવાશ ભૂલી સાથે ડિનર કરતા જોવા મળ્યા કેજરીવાલ અને અરૂણ જેટલી, કોંગ્રેસનો કટાક્ષ
View More »

Related Stories

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મધ્ય પ્રદેશના રાજ્યપાલ બનાવાયા
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મધ્ય પ્રદેશના...

અમદાવાદ: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મધ્ય પ્રદેશના

મોરવા હડફના ધારાસભ્ય ભૂપેંદ્ર ખાંટનું આદિવાસી પ્રમાણપત્ર રદ્દ
મોરવા હડફના ધારાસભ્ય ભૂપેંદ્ર ખાંટનું આદિવાસી પ્રમાણપત્ર રદ્દ

અમદાવાદ: પંચમહાલના મોરવા હડફના ધારાસભ્ય ભુપેંદ્ર ખાંટનું આદિવાસીનું