મુંબઇઃ સવારથી ગુમ ONGCનું હેલિકોપ્ટર ક્રેશ, ચાર મૃતદેહ મળ્યા

By: abpasmita.in | Last Updated: Saturday, 13 January 2018 6:02 PM
મુંબઇઃ સવારથી ગુમ ONGCનું હેલિકોપ્ટર ક્રેશ, ચાર મૃતદેહ મળ્યા

મુંબઇઃસવારથી ગુમ થયેલા ઓએનજીસીના હેલિકોપ્ટરનો કાટમાળ મળી આવ્યો હતો. એક રિપોર્ટ પ્રમાણે, કાટમાળની પાસે ચાર  મૃતદેહ પણ મળી આવ્યા છે. ઓએનજીસીનાં સાત કર્મચારીઓને લઇને જઇ રહેલું આ હેલિકોપ્ટર સવારથી ગુમ થયું હતું.

એક રિપોર્ટ પ્રમાણે, ઓએનજીસીના આ  હેલિકોપ્ટેર શનિવાર સવારે 10:20 વાગ્યે જુહૂ એરપોર્ટ પરથી ઉડાણ ભરી હતી. ત્યારબાદ હેલિકોપ્ટરનો સંપર્ક તૂટી ગયો હતો. એર ટ્રાફિક કંન્ટ્રોલ સાથે હેલિકોપ્ટરનો અંતિમ સંપર્ક સવારે 10:35એ થયો હતો. આ હેલિકોપ્ટર બોમ્બે હાઇકોર્ટ જઇ રહ્યુ હતું.

હેલિકોપ્ટર ગુમ થયાના સમાચાર મળ્યા બાદ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. ઇન્ડિયન નેવી પણ સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતું. મુંબઇ કોર્ટથી લગભગ 22 માઇલ દૂર હેલિકોપ્ટરનો કાટમાળ મળી આવ્યો હતો. અહીં એક મૃતદેહ પણ મળી આવ્યો છે.

First Published: Saturday, 13 January 2018 2:35 PM

ટોપ ફોટો

ઈનોવાને ટક્કર આપવા મારુતિએ લોન્ચ કરી નવી અર્ટિગા, શાનદાર છે લૂક
PNB કૌભાંડઃ નીરવ મોદી સામે હોંગકોંગની કોર્ટમાં બેંકે દાખલ કરી અરજી, જાણો વિગત
વિરાટે શેર કરી અનુષ્કાની તસવીર, પ્રશંસામાં કઈંક લખ્યું આમ
View More »

Related Stories