હવે દેશની તમામ સ્કૂલોમાં શરુ થશે સેક્સ એજ્યુકએશન, PM મોદીએ આપી મંજૂરી

By: abpasmita.in | Last Updated: Friday, 13 April 2018 6:08 PM
હવે દેશની તમામ સ્કૂલોમાં શરુ થશે સેક્સ એજ્યુકએશન, PM મોદીએ આપી મંજૂરી

નવી દિલ્હી: દેશની તમામ સ્કૂલોમાં હવે સેક્સ એજ્યુકેશન પાઠ્યક્રમનો ભાગ બનવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમની શરૂઆત પીએમ મોદી દ્વારા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય યોજના ‘આયુષ્માન ભારત’ અંતર્ગત 14 એપ્રિલથી છત્તીસગઢના બીજાપુરમાં થશે.

સ્કૂલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ‘રોલ પ્લે અને એક્ટિવિટી બેસ્ડ’મોડ્યૂલને બાદમાં અનેક તબક્કામાં દેશભરની સ્કૂલોમાં લાગુ કરવામાં આવશે અને તેના માટે ખાસ કરીને પ્રશિક્ષિત શિક્ષકો અને સાથી એજ્યુકેટરની મદદ લેવામાં આવશે.

આ પાઠ્યક્રમમાં બાળકોના જીવન સાથે જોડાયેલા વિભિન્ન મુદ્દાઓને સામેલ કરવામાં આવશે. જેમાં યૌન અને પ્રજનન સંબંધી સ્વાસ્થ્ય, યૌન ઉત્પીડન, ગુડ ટચ અને બેડ ટચ, પોષણ, માનસિક સ્વાસ્થ્ય, યૌન સંબંધોથી તથા રોગ, ઈજા, ગેર સંક્રામક રોગ વગેરે શામેલ હશે. લગભગ 22 કલાક આ કાર્યક્રમ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને માનવ સંસાધન વિકાસ મંત્રાલયની સંયુક્ત પહલ છે અને તેનાથી લગભગ 26 કરોડ કિશોરોને ફાયદો થશે.સ્વાસ્થ્ય મંત્રાલયે એક વરિષ્ઠ અધિકારીને જણાવ્યું કે, અઠવાડિયામાં એક લેક્ચર આ કાર્યક્રમનો રહેશે

ઉલ્લેખનીય છે કે આ અગાઉ યૂપીએ સરકાર દ્વારા પણ આ પ્રકારનો કાર્યક્રમ શરૂ કર્યો હતો, પરંતુ વર્ષ 2005માં ભાજપ નેતા વેંકેયા નાયડૂની અધ્યક્ષતાવાળી રાજ્યસભાની સમિતિની તેની આલોચના કરી હતી.

અધિકારીએ જણાવ્યું કે પ્રથમ ચરણમાં ધોરણ નવથી બારમાં સુધીના વિદ્યાર્થી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે અને બાદમાં નાના ક્લાસિસન બાળકોને પણ શામેલ કરવામાં આવશે. તેના માટે દરેક સ્કૂલોના બે શિક્ષકોની પસંદી કરી તેને પ્રશિક્ષણ આપવામાં આવશે.

First Published: Friday, 13 April 2018 6:08 PM

ટોપ ફોટો

મોદીના બ્રિટન પ્રવાસ પર હાર્દિકે લીધી મોજ, કહ્યું-મોદીજી માલ્યા, નીરવ મોદીને લઈને આવશે
બોલીવુડની આ અભિનેત્રીએ પોતાના મેકએપ આર્ટિસ્ટને ગિફ્ટ કરી કાર, જાણો કારની કિંમત
મેચ બાદ પ્રિટી ઝિંટા દોડીને કોને ભેટી પડી ને કયા ખેલાડી સાથે કર્યું ‘બલ્લે બલ્લે’, જાણો વિગત
View More »

Related Stories

નરોડા પાટિયા નરસંહારઃ બાબુ બજરંગીને 21 વર્ષની સજા તો માયા કોડનાની નિર્દોષ જાહેર
નરોડા પાટિયા નરસંહારઃ બાબુ બજરંગીને 21 વર્ષની સજા તો માયા કોડનાની...

અમદાવાદઃ 2002ના નરોડા પાટિયા નરસંહાર કેસમાં આજનો દિવસ નિર્ણયનો બની રહેશે. આ

   જય શાહની સંપત્તિ પર જાહેરમાં ચર્ચાની માંગણી કરતી અરજી અરજદારે ગુજરાત હાઇકોર્ટમાંથી પાછી ખેંચી
જય શાહની સંપત્તિ પર જાહેરમાં ચર્ચાની માંગણી કરતી અરજી અરજદારે...

અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના  દીકરા જય શાહની સંપત્તિ વિશે

આમરણાંત ઉપવાસ પર ઉતરેલા તોગડિયાએ ત્રીજા જ  દિવસે કરી લીધા પારણા, જાણો વિગત
આમરણાંત ઉપવાસ પર ઉતરેલા તોગડિયાએ ત્રીજા જ દિવસે કરી લીધા પારણા,...

અમદાવાદઃ વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ નેતા ડો. પ્રવીણ તોગડીયાએ