ફ્રાન્સના રાષ્ટ્રપતિને મળ્યા વડાપ્રધાન મોદી, બંન્ને દેશો વચ્ચે થયા 14 કરાર

By: abpasmita.in | Last Updated: Saturday, 10 March 2018 2:03 PM
ફ્રાન્સના રાષ્ટ્રપતિને મળ્યા વડાપ્રધાન મોદી, બંન્ને દેશો વચ્ચે થયા 14 કરાર

નવી દિલ્હીઃ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન હાલમાં ભારતના પ્રવાસ પર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને હૈદરાબાદ હાઉસમાં મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન બંન્ને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં 14 કરાર કરવામાં આવ્યા હતા. આ કરાર રેલવે, શહેરી વિકાસ, રક્ષા અને અંતરિક્ષ વગેરે ક્ષેત્રોમાં કરવામાં આવ્યા હતા.

સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ભારત-ફ્રાન્સની ભાગીદારી વર્ષો જૂની છે. રક્ષા અને અંતરિક્ષ ક્ષેત્રમાં બંન્ને દેશના સહયોગનો ઇતિહાસ જૂનો છે. અમારી મુલાકાત બે સભ્યતાઓનું મિલન છે. અમે સાથે મળીને વૈશ્વિક પડકારોનો સામનો કરીશું. વડાપ્રધાને કહ્યું કે, ડિફેન્સ સેક્ટરમાં મેક ઇન ઇન્ડિયા હેઠળ અમે ફ્રાન્સના રોકાણનું સ્વાગત કરીએ છીએ. શિક્ષણના મહત્વને બંન્ને દેશો માનીએ છીએ. ભારતની ડિગ્રી ફાન્સમાં માન્ય ગણાશે. બંન્ને દેશોએ જોઇન્ટ સ્ટ્રેટેજિક વિઝન પણ બનાવ્યું છે.

આ અગાઉ ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન રાજઘાટ પહોંચ્યા હતા જ્યાં તેમણે દેશના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન તેમની પત્ની બ્રિગિત મૈરી ક્લાઉડ પર સાથે રહ્યા હતા. બાદમાં ઇમેન્યુઅલ મેક્રોનને ગાર્ડ ઓફર ઓનર આપવામાં આવ્યું હતું. બાદમાં તેમણે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સાથે મુલાકાત કરી હતી. અગાઉ વડાપ્રધાન મોદીએ ઇમેન્યુઅલ મેક્રોનનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું.

First Published: Saturday, 10 March 2018 2:02 PM

ટોપ ફોટો

નિદાહાસ ટ્રોફીઃ આજે ભારત-બાંગ્લાદેશ વચ્ચે ફાઇનલ, બની શકે છે અનેક રેકોર્ડ
સુરતઃ 20 કરોડના હીરાની લૂંટનો ભેદ ઉકેલવામાં પોલીસને મળી સફળતા, જાણો ક્યાંથી મળ્યા હીરા
બાંગ્લાદેશના બે ખેલાડીને ICCએ કેમ ફટકારી સજા, જાણો શું છે મામલો
View More »

Related Stories

નિદાહાસ ટ્રોફી: શ્રીલંકાને બે વિકેટે હરાવી બાંગ્લાદેશ પહોચ્યું ફાઈનલમાં, 18મીએ ભારત સાથે ટકરાશે
નિદાહાસ ટ્રોફી: શ્રીલંકાને બે વિકેટે હરાવી બાંગ્લાદેશ પહોચ્યું...

કોલંબો: બાંગ્લાદેશ અને શ્રીલંકાની વચ્ચે રમાયેલી નિદાહાસ ટ્રાઈ સીરીઝની