ઇન્ટરનેશનલ સોલર સમિટમાં બોલ્યા PM મોદી કહ્યું, 'ભારતમાં વેદોએ હજારો વર્ષો પહેલા સૂર્યને વિશ્વની આત્મા માન્યો છે'

By: abpasmita.in | Last Updated: Sunday, 11 March 2018 3:30 PM
ઇન્ટરનેશનલ સોલર સમિટમાં બોલ્યા PM મોદી કહ્યું, 'ભારતમાં વેદોએ હજારો વર્ષો પહેલા સૂર્યને વિશ્વની આત્મા માન્યો છે'

નવી દિલ્લી: અંતરરાષ્ટ્રીય સોલર અલાયન્સ સમિટમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું કે આ નાનકડો છોડ તમારા લોકોના સંયુક્ત પ્રયત્નો અને પ્રતિબદ્ધતા વગર રોપી ન શકાયો હોત. એટલે હું ફ્રાન્સનો અને તમારા લોકોને ખૂબ આભારી છું. 121 સંભવિત દેશોમાંથી 61 દેશ આ અલાયન્સ સાથે જોડાઇ ચૂક્યા છે અને 32 દેશોએ રૂપરેખા કરાર પર સંમતિ દર્શાવી છે. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત આ સમિટમાં ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા સહિત 23 દેશોના રાષ્ટ્રાધ્યક્ષ, 10 દેશોના મંત્રી સહિત 121 દેશોના પ્રતિનિધિઓ સામેલ થયા છે.
તેમણે કહ્યું ભારતમાં વેદોએ હજારો વર્ષ પહેલા સૂર્યને વિશ્વની આત્મા માની છે. ભારતમાં સૂર્યને સમગ્ર જીવનનો પોષક માનવામાં આવે છે. આજે જ્યારે આપણે ક્લાઈમેટ ચેંજ જેવા પડકાર સાથે લડવાનો રસ્તો શોધી રહ્યા છીએ ત્યારે આપણે પ્રાચીન દર્શનના સંતુલન અને સમગ્ર દ્રષ્ટિકોણ તરફ જોવું પડશે. તેમણે કહ્યું ભારતમાં અમે દુનિયાનું સૌથી મોટુ નવીકરણીય ઉર્ઝા વિસ્તાર કાર્યક્રમ શરૂ કર્યો છે. અમે 2022 સુધીમાં તેનાથી 175 ગીગાવોટ વીજળી ઉત્પન્ન કરીશું જેમાંથી 100 ગીગાવોટ વીજળી સૂર્યમાંથી આવશે.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું સોલર એનર્જીનો પ્રયોગમાં વધારો કરવા માટે ટેકનોલોજીની ઉપલબ્ધતા અને વિકાસ, આર્થિક સંસાધન, સ્ટોરેજ ટેકનોલોજીનો વિકા, જન નિર્માણ અને ઈનોવેશન માટે સમગ્ર ઈકો સિસ્ટમ જરૂરી છે.
First Published: Sunday, 11 March 2018 3:25 PM

ટોપ ફોટો

ઓલ ઈંગ્લેન્ડ બેડમિન્ટન: સેમીફાઈનલમાં પહોંચી પીવી સિંધુ
અખાડા પરિષદે જાહેર કરી ઢોંગી બાબાઓની ત્રીજી યાદી, બે પ્રખ્યાત નામ સામેલ
વિરાટ કોહલી જે મોંઘી બ્રાન્ડનું પાણી પીવે છે તે પણ નથી સુરક્ષિત: રિપોર્ટ
View More »

Related Stories

નિદાહાસ ટ્રોફી: શ્રીલંકાને બે વિકેટે હરાવી બાંગ્લાદેશ પહોચ્યું ફાઈનલમાં, 18મીએ ભારત સાથે ટકરાશે
નિદાહાસ ટ્રોફી: શ્રીલંકાને બે વિકેટે હરાવી બાંગ્લાદેશ પહોચ્યું...

કોલંબો: બાંગ્લાદેશ અને શ્રીલંકાની વચ્ચે રમાયેલી નિદાહાસ ટ્રાઈ સીરીઝની