આ પ્રસંગે સંસ્કૃતિક રાજ્યમંત્રી મહેશ શર્મા વિશિષ્ટ અતિથિ હશે, કાર્યક્રમ બપોરે 12 વાગે શરૂ થશે. ઉત્સવનુ આયોજન યુવા બાબતો અને રમત મંત્રાલય, ઉત્તરપ્રદેશ રાજ્ય સરકારના સહયોગથી કરાઇ રહ્યું છે. આનું આયોજન આજથી 16 જાન્યુઆરી સુધી ગૌતમ બુદ્ધ વિશ્વવિદ્યાલય, ગૌતમ બુદ્ધ નગર, ગ્રેટર નોઇડામાં થશે. રાષ્ટ્રીય યુવા ઉત્સવનું આયોજન પહેલીવાર રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં થઇ રહ્યું છે. આ ઉત્સવનો હેતુ દેશના યુવાઓને એક મંચ પ્રદાન કરવાનો છે, જ્યાં તેમને જુદીજુદી ગતિવિધિઓમાં પોતાની પ્રતિભા બતાવવાનો અવસર મળે.