SC-ST એક્ટમાં બદલાવ નહી કરે સરકાર, દલિતો પર અત્યાચાર રોકવા કાયદાને વધુ મજબૂત કરાશે: PM મોદી

By: abpasmita.in | Last Updated: Friday, 13 April 2018 9:40 PM
SC-ST એક્ટમાં બદલાવ નહી કરે સરકાર, દલિતો પર અત્યાચાર રોકવા કાયદાને વધુ મજબૂત કરાશે: PM મોદી

નવી દિલ્લી: એસસી એસટી એક્ટને લઈને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીનું મોટું નિવેદન સામે આવ્યું છે. પીએમ મોદીએ કહ્યું અમારી સરકાર આ એક્ટમાં કોઈ બદલાવ નહી કરે. તેમણે કહ્યું સરકારે દલિતો પર થતા અત્યાચારની વિરૂદ્ધમાં કડક કાયદાઓ બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે એસસી-એસટી એક્ટમાં સુપ્રીમ કોર્ટ તરફથી બદલાવ બાદ સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

પીએમ મોદીએ કહ્યું, અમાપી સરકારમાં કાયદાના માધ્યમથી સામાજિક સંતુલનને સ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અમારી જ સરકારે 2015માં દલિતો પર થતા અત્યાચારને રોકવા માટે કાયદાને કડક બનાવ્યા હતા. તેમણે કહ્યું દલિતો પર થતાં અત્યાચારોની યાદીને 22 અલગ-અલગ આરોપોથી વધારીને 47 કરી દેવામાં આવી છે.

પીએમ મોદીએ કહ્યું, જ્યારે અમારી સરકારે આ કાયદામાં ફેરફાર કર્યો ત્યારે આરોપીઓને આગોતરા જામીનની ન આપવાની જે જોગવાઈ હતી તે યથાવત રાખી છે. પીડિતોની મળતી રકમ પણ આ સરકાર વધારી છે. આ કાયદાનો કડક અમલ થાય તેના માટે અમારી સરકારે પહેલાની સરકારના મુકાબલે બેગણો વધારે ખર્ચ કર્યો છે.

પીએમ મોદીએ કહ્યું, જ્યારે સુપ્રીમ કોર્ટે 20 માર્ચે આ અધિનિયમ સાથે જોડાયેલો નિર્ણય કર્યો, તો માત્ર 12 દિવવસમાં જ પુનવિચાર અરજી દાખલ કરવામાં આવી. હું આજે આ તકે દેશને જણાવવા માંગું છું કે જે કાયદાને અમારી સરકારે સખ્ત કર્યો છે, તેના પર કોઈ પ્રભાવ નહી પાડવામાં આવે.

First Published: Friday, 13 April 2018 9:40 PM

ટોપ ફોટો

વિરાટ કોહલીએ કેમ ગેલનો સાથ છોડીને પોતાની ટીમમાં નહોતો લીધો? સેહવાગે ખોલ્યું રહસ્ય
ફી રેગ્યુલેટરી કમિટીએ કઈ સ્કૂલની 1.29 લાખ ફી કરી મંજૂર, જાણો વિગત
IPL: ક્રિકેટ છોડી દેનારો ગૌતમ ત્રણ વર્ષ પછી પાછો ફર્યો ને રાજસ્થાન રોયલ્સનો હીરો બની ગયો, જાણો વિગત
View More »

Related Stories

IPL-11: મુંબઇ સામે રાજસ્થાન રોયલ્સની ત્રણ વિકેટે રોમાંચક જીત
IPL-11: મુંબઇ સામે રાજસ્થાન રોયલ્સની ત્રણ વિકેટે રોમાંચક જીત

મુંબઇઃ રાજસ્થાન રોયલ્સે મુંબઇ ઇન્ડિયન્સને ત્રણ વિકેટે હાર આપી હતી. ટોસ