પીએનબી કૌભાંડઃ નીરવ મોદી અને મેહુલ ચોકસી સામે બિન જામીનપાત્ર વોરંટ

By: abpasmita.in | Last Updated: Sunday, 8 April 2018 4:51 PM
પીએનબી કૌભાંડઃ નીરવ મોદી અને મેહુલ ચોકસી સામે બિન જામીનપાત્ર વોરંટ

મુંબઈઃ દેશના સૌથી મોટા બેકિંગ કૌભાંડના આરોપી જ્વેલર નીરવ મોદી અને મેહુલ ચોકસી સામે સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે બિન જામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે. પંજાબ નેશનલ બેંકમાં 13 હજાર કરોડ રૂપિયાથી વધારેની છેતરપિંડી કરીને મામા-ભાણેજ દેશ છોડીને ફરાર થઈ ગયા છે.

ઉલ્લેખનીય છે કે નીરવ મોદી અને મેહુલ ચોકસીએ પંજાબ નેશનલ બેંકની મુંબઈ સ્થિત બ્રેડી હાઉસ બ્રાન્ચના કેટલાક કર્મચારીઓ સાથે મળીને આ કૌભાંડ આચર્યું હતું. બોગસ લેટર ઓફ એડંરટેકિંગ (LoU) દ્વારા રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા. આ મામલાની ઈડી અને સીબીઆઈ જેવી એજન્સીઓ તપાસ કરી રહી છે.

નીરવ અને ચોકસીને સીબીઆઈની નોટિસના જવાબમાં હાજર થવાથી ઈનકાર કરી દીધો હતો.

First Published: Sunday, 8 April 2018 4:51 PM

ટોપ ફોટો

સુરત: ખટોદરા વિસ્તારમાં કિન્નરની હત્યા, બે કિન્નર જૂથ વચ્ચેની અદાવતમાં હત્યા થયાની શંકા
હાર્દિક પંડ્યાએ ખરીદી Audi A6 કાર, જાણો શું છે તેની કિંમત
કપડવંજઃ NRI યુવકે પત્નીના ત્રાસથી જન્મદિવસે જ કર્યો આપઘાત, FB પર મિત્રતા થયા પછી કર્યા હતા લગ્ન
View More »

Related Stories