દિલ્હીમાં અમેરિકન વિદ્યાર્થીની પર રેપ, આરોપીની ધરપકડ

By: abpasmita.in | Last Updated: Friday, 26 May 2017 8:40 PM
દિલ્હીમાં અમેરિકન વિદ્યાર્થીની પર રેપ, આરોપીની ધરપકડ

દિલ્હીઃ દિલ્હીની એક હોટલમાં એક અમેરિકન વિદ્યાર્થીની પર રેપ થયાની ઘટના સામે આવી છે. અમેરિકન વિદ્યાર્થીની ભારતમાં સ્ટડી ટૂર પર આવી હતી. તેની સાથે રેપ કરનારા આરોપીની પોલીસે ધરપકડ કરી હતી.

દિલ્હીના પહાડગંજ સ્થિત એક હોટલમાં આ ઘટના બની હતી. ત્રણ મહિના અગાઉ 22 વર્ષીય અમેરિકન વિદ્યાર્થીની સ્ટડી ટૂર પર ભારત આવી હતી. આ દરમિયાન તે પહાડગંજની એક હોટલમાં રોકાઇ હતી. શુક્રવારે વિદ્યાર્થીનીએ પોલીસમાં ફરિયાદ કરી હતી કે તેની સાથે હોટલમાં રેપ ગુજારવામાં આવ્યો હતો.

પીડિતાનો આરોપ હતો કે પોલીસે આ મામલે ફરિયાદ નોંધવામાં આનાકાની કરી હતી. પહેલા પોલીસે ફરિયાદ દાખલ કરી નહોતી. કાનૂની મદદ મળ્યા બાદ પોલીસે ફરિયાદ નોંધી હતી. અમેરિકન વિદ્યાર્થીની પર રેપ ગુજારનારો આરોપી જસવંત પકડાઇ ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે આરોપી મર્ચન્ટ નેવીમાં કામ કરે છે. હાલમાં પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. આ સંબંધમાં પોલીસ કાંઇ પણ કહેવા તૈયાર નથી.

 

First Published: Friday, 26 May 2017 8:40 PM

ટોપ ફોટો

ગુજરાતના કયા સાંસદને રિવોલ્વરથી ઉડાવી દેવાની આપી ધમકી, કોણે આપી આવી ધમકી, જાણો વિગતે
કોલકાતા ટેસ્ટમાં વિરાટ કહોલીએ 50મી સદી ફટકારી સચિનનો આ રેકોર્ડ તોડ્યો
SBIના ગ્રાહક ઝડપથી પૂરું કરી લે આ કામ, નહીં તમારું એકાઉન્ટ થશે બંધ!
View More »

Related Stories

રાહુલ ગાંધી ફરિ આવશે ગુજરાત, અમદાવાદમાં કરશે રોડ-શો, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
રાહુલ ગાંધી ફરિ આવશે ગુજરાત, અમદાવાદમાં કરશે રોડ-શો, જાણો સંપૂર્ણ...

અમદાવાદ: કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી  ફરી  ગુજરાતના પ્રવાસે આવશે.

ગુજરાત જીતીશું, કૉંગ્રેસમુક્ત ભારત માટે રાહુલનું અધ્યક્ષ બનવું જરૂરી: યોગી આદિત્યનાથ
ગુજરાત જીતીશું, કૉંગ્રેસમુક્ત ભારત માટે રાહુલનું અધ્યક્ષ બનવું...

  નવી દિલ્લી: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે યૂપીના