PM મોદી પર વ્યક્તિગત હુમલો ન કરો, રાહુલ ગાંધીનો પાર્ટી નેતાઓને આદેશ

By: abpasmita.in | Last Updated: Monday, 6 November 2017 11:11 PM
PM મોદી પર વ્યક્તિગત હુમલો ન કરો, રાહુલ ગાંધીનો પાર્ટી નેતાઓને આદેશ

અમદાવાદ: વિધાનસભા ચૂંટણીને લઈને રાજનીતિક નિવેદોનો વચ્ચે કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાની પાર્ટીના નેતાઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર વ્યકિતગત પ્રહાર ન કરવા આદેશ આપ્યો છે, સાથે ચૂંટણી પ્રચાર દરમિયાન શબ્દોની ગરિમા જળવાઈ રહે તેનું ધ્યાન રાખવા કહ્યું છે.

રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રભારી અને કૉંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અશોક ગેહલોત દ્વારા ગુજરાતના તમામ પાર્ટી નેતાઓ અને કાર્યકર્તાઓને આ સંદેશ મોકલા માટે કહેવામાં આવ્યું છે.

રાહુલ ગાંધીએ લેખીતમાં પાર્ટીના તમામ નેતાઓને કહ્યું છે કે મોદી દેશના પ્રધાનમંત્રી છે. તેથી આ પદની ગરિમાને જોતાં તેમની અંગે એવું કોઈ અપશબ્દ કે નિવેદન ના આપવું જોઈએ જેથી આ પદની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચે.

ગુજરાત રમખાણ બાદ 2007માં વિધાનસભાની ચૂંટણી સોનિયા ગાંધીએ ગુજરાત રમખાણોનો ઉલ્લેખ કરીને મોદીને મોતના સોદાગર કહ્યા હતા. જેના બાદ મોદી અને ભાજપાએ આ નિવેદનનો રાજકીય ફાયદો ઉઠાવવામાં કોઈ કમી રાખી નહોતી. અને તેઓ સરળતાથી ચૂંટણી જીતી ગયા હતા. એવામાં રાહુલ ગાંધી નથી ઈચ્છતા કે તેમના પ્રત્યે બનેલા માહોલને ઝટકો લાગે અને ભાજપ કોઈ નિવેદના આધારે કૉંગ્રેસ પર પ્રહાર કરે.

 

First Published: Monday, 6 November 2017 11:11 PM

ટોપ ફોટો

ભાજપે ટિકિટ કાપતાં ક્યા ધારાસભ્યે લખ્યું: મારૂં એસેસમેન્ટ કરાયેલું કે સોપારી આપીને રાજકીય હત્યા?
પાટીદારોને OBC સ્ટેટસ આપી અનામતનો લાભ આપવાની દિશામાં ભરાયું મોટું કદમ, જાણો કઈ કામગીરી થઈ શરૂ ?
કોંગ્રેસે અમદાવાદના કયા ચાર ઉમેદવારને ફોન કરીને ફોર્મ ભરવા આપી સૂચના, જાણો કોણ કઈ બેઠક પરથી ચૂંટણી લડશે, જાણો વિગત
View More »

Related Stories