અમે હાર્યા પણ અમારા માટે પરિણામ સારું, મોદીની વિશ્વસનિયતા પર સવાલ: રાહુલ ગાંધી

By: abpasmita.in | Last Updated: Tuesday, 19 December 2017 5:21 PM
અમે હાર્યા પણ અમારા માટે પરિણામ સારું, મોદીની વિશ્વસનિયતા પર સવાલ: રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં હાર મળ્યાં બાદ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટી કાર્યકર્તાઓ સહિત ગુજરાતની પ્રજાનો આભાર માન્યો હતો. રાહુલ ગાંધીએ એબીપી અસ્મિતા સાથે વાત કરતા પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, અમે હાર્યા છે પણ અમારા માટે પરિણામ સારું છે. પણ ભાજપને જોરદાર ઝટકો લાગ્યો છે. રાહુલે કહ્યું કે મને ગુજરાતમાં ખબર પડી કે મોદીનું જે મોડલ છે તેને ગુજરાતના લોકો નથી માનતા.

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, મોદીજીની વિશ્વસનિયતા પર સવાલ ઉઠી રહ્યાં છે. ગુજરાત મોડલનું માર્કેટીંગ સારૂ છે પરંતું અંદરથી ખોખલું છે. ગુજરાતમાં પરાજય અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘ગુજરાતમાં જીતી શકતા હતા, પરંતુ ક્યાંક થોડીક કચાશ રહી ગઈ. પરંતુ અમારા માટે સારૂ પરિણામ છે.’

કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, “મને ખબર છે કે ગુજરાતના લોકોને મોદીજીનું મોડલ મંજૂર નથી. માર્કેટિંગ અને પ્રચાર ઘણો સારો છે પરંતુ તે ખોખલો છે. તેઓએ પ્રચાર દરમિયાન અમારા કોઈ જ સવાલનો જવાબ આપ્યો ન હતો.

રાહુલ ગાંધીએ કહ્યું કે, “ગુજરાતે ભાજપ અને મોદીજીને સંદેશો આપ્યો છે કે જે ગુસ્સો તમારામાં છે તે તમારા કામ નહીં આવે અને આગળ વધુ પ્રેમ હરાવી દેશે.” રાહુલે વધુમાં કહ્યું કે, “ગુજરાતની જનતાએ મને ઘણો જ પ્રેમ આપ્યો, સૌથી મોટી વાત તે શીખવી કે તમારી લડાઈમાં જેટલો પણ ગુસ્સો હોય, પૈસો હોય તેને પ્રેમથી ટક્કર આપી શકો છો.”

 

 

First Published: Tuesday, 19 December 2017 5:19 PM

ટોપ ફોટો

જસ્ટિસ લોયા મોત કેસઃ SIT દ્વારા તપાસની માંગવાળી પીટીશન પર SC આજે કરી શકે છે સુનાવણી
Ind v SA: ત્રીજી ટેસ્ટમાં રહાણેને મળી શકે છે તક, પ્રેક્ટિસ દરમિયાન મળ્યા સંકેત
મલાલાએ 'પેડમેન' ફિલ્મની કરી પ્રશંસા, પાકિસ્તાનીઓથી ન થયું સહન
View More »

Related Stories

મોદીને પ્રધાનમંત્રી પદનો અંહકાર, નથી આપ્યો 30 પત્રોનો જવાબ: અન્ના હજારે
મોદીને પ્રધાનમંત્રી પદનો અંહકાર, નથી આપ્યો 30 પત્રોનો જવાબ: અન્ના...

નવી દિલ્લી: સામાજિક કાર્યકર્તા અન્ના હજારે પીએમ મોદી પર આરોપ લગાવતા કહ્યું

ઓમ પ્રકાશ રાવત બન્યા દેશના મુખ્ય ચૂંટણી કમિશનર, એકે જોતિ સોમવારે થશે રિટાયર
ઓમ પ્રકાશ રાવત બન્યા દેશના મુખ્ય ચૂંટણી કમિશનર, એકે જોતિ સોમવારે...

નવી દિલ્લી: દેશના મુખ્ય ચૂંટણીકમિશનર તરીકે ઓમ પ્રકાશ રાવતની નિયુક્તિ

આપના 20 ધારાસભ્યો અયોગ્ય જાહેર, ECની ભલામણને રાષ્ટ્રપતિની મંજૂરી
આપના 20 ધારાસભ્યો અયોગ્ય જાહેર, ECની ભલામણને રાષ્ટ્રપતિની મંજૂરી

નવી દિલ્લી: દિલ્લીની આમ આદમી પાર્ટી સરકારને રાષ્ટ્રપતિ પાસેથી પણ મોટો ઝટકો

'પદ્માવત' પર બેન માટે ફરી સુપ્રીમ કોર્ટ જઇ શકે છે શિવરાજ સરકાર
'પદ્માવત' પર બેન માટે ફરી સુપ્રીમ કોર્ટ જઇ શકે છે શિવરાજ સરકાર

ઇન્દોરઃ સૌથી મોટી કોર્ટામાંથી રાહત મળ્યા બાદ પણ સંજય લીલા ભંસાળીની ફિલ્મ

CJI દિપક મિશ્રાએ સંભાળી જજ લોયા કેસની કમાન, 22 જાન્યુઆરીએ કરશે સુનાવણી
CJI દિપક મિશ્રાએ સંભાળી જજ લોયા કેસની કમાન, 22 જાન્યુઆરીએ કરશે સુનાવણી

નવી દિલ્લી: સોહરાબુદ્દીન ટ્રાયલ કે જજ બીએચ લોયાની મોતના કેસની તપાસ હવે

દિલ્લી: બવાનામાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ, 17 લોકોના મોત
દિલ્લી: બવાનામાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ, 17 લોકોના મોત

નવી દિલ્લી: દેશના રાજધાની દિલ્લીના બવાના ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં સ્થિત