જજ વિવાદ: રાહુલ ગાંધીએ કહ્યું, જસ્ટિસ લોયાના મોતની તપાસ SCના વરિષ્ઠ જજ કરે

By: abpasmita.in | Last Updated: Friday, 12 January 2018 8:26 PM
જજ વિવાદ: રાહુલ ગાંધીએ કહ્યું, જસ્ટિસ લોયાના મોતની તપાસ SCના વરિષ્ઠ જજ કરે

નવી દિલ્લી: સુપ્રીમ કોર્ટના 4 જજોની પ્રેસ કૉંફ્રસને લઈને ઉઠેલા વિવાદને ખૂબ જ સંવેદનશીલ ગણાવતા કૉંગ્રેસે પોતાનું નિવેદન જાહેર કર્યું છે. કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું, આ ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે, ચાર જજોએ જે મુદ્દો ઉઠાવ્યો છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જજોએ કહ્યું કે લોકતંત્ર ખતરામાં છે તેના પર ધ્યાન આપવાની જરૂર છે.

આ સાથે જ રાહુલ ગાંધીએ જસ્ટિસ લોયાની મોતનો મુદ્દો ઉઠાવતા કહ્યું આ મામલે સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ જજ પાસે તપાસ કરાવવી જોઈએ. આપણા ન્યાયતંત્ર પર સમગ્ર દેશ વિશ્વાસ કરે છે, એટલા માટે અમે આ મુદ્દે નિવેદન જાહેર કર્યું છે.

કૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું, આજે સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ જજોએ પ્રેસ કૉંફ્રસ કરી, ત્યારબાદ એક પત્ર પણ જાહેર કર્યો જે ચીફ જસ્ટિસને લખવામાં આવ્યો હતો. માનનીય જજોની ટિપ્પણી ખૂબ જ હેરાન કરનારી છે. જજોની આ પ્રેસના કારણે લોકતંત્ર પર ખરાબ અસર થશે. આ સાથે જ કૉંગ્રેસે જસ્ટિસ લોયાના મોતની તપાસ વરિષ્ઠ જજ પાસે કરાવવાની માંગ કરી છે.

જજોની પ્રેસ કૉંફ્રંસના વિવાદ પર કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ઘરે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સલમાન ખુર્શીદ, કપિલ સિબ્બલ, અહમદ પટેસ, પી ચિદંબરમ અને રણદીપ સુરજેવાલા સામેલ થયા હતા.

First Published: Friday, 12 January 2018 8:26 PM

ટોપ ફોટો

ગુજરાતના રાજકારણમાંથી બેનની વિદાય, બન્યા MPના ગવર્નર, જાણો રાજકીય સફર
WhatsAppનું બિઝનેસ એપ થયું લોન્ચ, જાણો તેના ફિચર્સ
કડવાશ ભૂલી સાથે ડિનર કરતા જોવા મળ્યા કેજરીવાલ અને અરૂણ જેટલી, કોંગ્રેસનો કટાક્ષ
View More »

Related Stories

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મધ્ય પ્રદેશના રાજ્યપાલ બનાવાયા
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મધ્ય પ્રદેશના...

અમદાવાદ: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મધ્ય પ્રદેશના

મોરવા હડફના ધારાસભ્ય ભૂપેંદ્ર ખાંટનું આદિવાસી પ્રમાણપત્ર રદ્દ
મોરવા હડફના ધારાસભ્ય ભૂપેંદ્ર ખાંટનું આદિવાસી પ્રમાણપત્ર રદ્દ

અમદાવાદ: પંચમહાલના મોરવા હડફના ધારાસભ્ય ભુપેંદ્ર ખાંટનું આદિવાસીનું