રાહુલ ગાંધીએ કહ્યું- મેં અને મારી બહેને પિતાના હત્યારાઓને કરી દીધા છે માફ

By: abpasmita.in | Last Updated: Sunday, 11 March 2018 3:33 PM
રાહુલ ગાંધીએ કહ્યું- મેં અને મારી બહેને પિતાના હત્યારાઓને કરી દીધા છે માફ

નવી દિલ્લી: કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ કે તેમણે અને બહેન પ્રિયંકાએ પિતા રાજીવ ગાંધીના હત્યારાઓને સંપૂર્ણ રીતે માફ કરી દિધા છે. સિંગાપુરમાં IIM અલ્યુમિનાઈ સાથે વાતચીત દરમિયાન સિંગાપુરમાં રાહુલને જ્યારે પુછવામાં આવ્યું શું તેણે અને બહેને રાજીવ ગાંધીના હત્યારાઓને સંપૂર્ણ રીતે માફ કરી દિધા છે? રાહુલે જણાવ્યું હતું કે, પિતાની હત્યા પછી ઘણાં વર્ષો સુધી હું અને મારી બહેન ગુસ્સામાં રહ્યાં, પરંતુ હવે અમે તેમને માફ કરી દીધાં છે.
રાહુલ ગાંધીએ કહ્યું જ્યારે આ ઘટનાઓ થઈ, તે ઈતિહાસનો ભાગ છે. ત્યારે વિચારો, બહારનાં બળ અને કન્ફ્યૂઝનને લઈને ટકરાવ હતો. મને યાદ છે જ્યારે મેં LTTEના પ્રમુખ પ્રભાકરનને ટીવી પર મૃત જોયો, ત્યારે મને એક અહેસાસ એવો થયો કે આ શખ્સની સાથે આવું કેમ થયું? બીજો અહેસાસ એ થયો કે, મને પ્રભાકરન અને તેના બાળકોના લઈને દુઃખ થયું. તેનું કારણ એ હતું કે હું તે દુઃખને સમજી શકતો હતો.
મેં હિંસા જોઈ છે પરંતુ એમ પણ માન્યું છે કે તેઓ પણ એક મનુષ્ય જ હતા. તેમનો પણ એક પરિવાર હતો. તેમના ગયા પછી બાળકો રડ્યાં હશે. મને આ બધું જ વિચારીને ઘણું દુઃખ થાય છે. મેં અનુભવ્યું કે નફરત કરવી ઘણું જ અઘરું કામ છે. મારી બહેને પણ આવું જ કર્યું.
ઉલ્લેખનીય છે કે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની 21 મે, 1991માં તામિલનાડુમાં એક ચૂંટણી રેલી દરમયિાન  પ્રભાકરનના નેતૃત્વવાળા સંગઠન LTTEની એક મહિલા સ્યૂસાઈડ બોમ્બરે હત્યા કરી હતી.
First Published: Sunday, 11 March 2018 3:33 PM

ટોપ ફોટો

અખાડા પરિષદે જાહેર કરી ઢોંગી બાબાઓની ત્રીજી યાદી, બે પ્રખ્યાત નામ સામેલ
વિરાટ કોહલી જે મોંઘી બ્રાન્ડનું પાણી પીવે છે તે પણ નથી સુરક્ષિત: રિપોર્ટ
JIOનો આઈડિયા મુકેશ અંબાણીને કોણે આપ્યો હતો, નામ સાંભળીને તમે પણ ચોંકી જશો
View More »

Related Stories

સપા-બસપાનું ગઠબંધન મજબૂત, સમાજવાદી પાર્ટીની ઓફિસ પર લાગ્યા માયાવતી-અખિલેશના પોસ્ટર
સપા-બસપાનું ગઠબંધન મજબૂત, સમાજવાદી પાર્ટીની ઓફિસ પર લાગ્યા...

નવી દિલ્લી: ઉતર પ્રદેશના રાજકારણમાં એક નવો બદલાવ જોવા મળી રહ્યો છે. ગોરખપુર

ટીડીપી સોમવારે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરશે, શિવસેનાની પણ પાર્ટીના નેતાઓ સાથે બેઠક
ટીડીપી સોમવારે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરશે, શિવસેનાની પણ...

નવી દિલ્લી: સંસદમાં મોદી સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની તૈયારીઓ

દહેરાદૂનમાં ઈન્દિરા માર્કેટમાં ભીષણ આગ, ગુજરાતના ૮ વેપારીઓની દુકાનો સળગી
દહેરાદૂનમાં ઈન્દિરા માર્કેટમાં ભીષણ આગ, ગુજરાતના ૮ વેપારીઓની...

દહેરાદૂન: શુક્રવારે સવારે દેહરાદૂનની ઈન્દિરા માર્કેટમાં આગ લાગવાને કારણે

કેજરીવાલે મજીઠિયાની માંગી માફી, ભગવંત માને પાર્ટીમાંથી આપ્યું રાજીનામું
કેજરીવાલે મજીઠિયાની માંગી માફી, ભગવંત માને પાર્ટીમાંથી આપ્યું...

ચંડીગઢઃ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ