યૂપીમાં રાજ્યસભાની ચૂંટણી થઈ રોમાંચક, ભાજપે 9માં ઉમેદવાર તરીકે અનિલ અગ્રવાલને ઉતાર્યા

By: abpasmita.in | Last Updated: Monday, 12 March 2018 3:41 PM
યૂપીમાં રાજ્યસભાની ચૂંટણી થઈ રોમાંચક, ભાજપે 9માં ઉમેદવાર તરીકે અનિલ અગ્રવાલને  ઉતાર્યા

નવી દિલ્લી: દેશમાં 16 રાજ્યોની 58 રાજ્યસભા બેઠકો માટે નામાંકનનો આજે અંતિમ દિવસ હતો. જેમાં યૂપીની 10 બેઠકો સામેલ છે. બસપાના એકમાત્ર ઉમેદવાર ભીમરાવ અંબેડકરને જીતાડવા માટે વિપક્ષ એક થયું છે, તો બીજી તરફ ભાજપે 9માં ઉમેદવાર તરીકે અનિલ અગ્રવાલને ઉતારતા રાજ્યસભાની ચૂંટણી રોમાંચક બની છે. એવામાં પ્રદેશની એક બેઠક માટે ચૂંટણી અનિવાર્ય બની ગઈ છે.

ભાજપે 9માં ઉમેદવાર તરીકે ગાજીયાબાદના શૈક્ષણિક વ્યવસાયી અનિલ અગ્રવાલ રાજ્યસભાના ઉમેદવાર બનાવાયા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ મહેંદ્ર નાથ પાંડેએ કહ્યું પાર્ટી પાસે રાજ્યસભા ચૂંટણીમાં 8 ઉમેદવારોને જીત અપાવ્યા બાદ 28 મતો વધે છે. એવામાં અપક્ષ ધારાસભ્યો સાથે મળીને અમારા 9માં ઉમેદવારની જીત નક્કી છે. રાજ્યસભાની ચૂંટણીના સમયે પ્રદેશમાં વિપક્ષ એક થયો છે. બસપા એકલા હાથે પોતાના 19 ધારાસભ્યોના દમ પર રાજ્યસભાની ચૂંટણી નથી જીતી શકે તેમ. એવામાં સપા, કૉંગ્રેસ અને રાલોદે તેને સમર્થન કરવાની જાહેરાત કરી છે.

યૂપી વિધાનસભામાં સદસ્યોની સંખ્યા 403 છે, જેમાં 402 ધારાસભ્યો 10 રાજ્યસભાની બેઠકો માટે વોટિંગ કરશે. રાજ્યસભા ચૂંટણી જીતવા માટે એક સભ્યનો 37 ધારસભ્યોના સમર્થનની જરૂર છે. આ આંકડા મુજબ ભાજપના ગઠબંધનના ખાતામાં 8 અને સપાના ખાતામાં એક બેઠક નક્કી છે.

First Published: Monday, 12 March 2018 3:41 PM

ટોપ ફોટો

વિરાટ કોહલી જે મોંઘી બ્રાન્ડનું પાણી પીવે છે તે પણ નથી સુરક્ષિત: રિપોર્ટ
JIOનો આઈડિયા મુકેશ અંબાણીને કોણે આપ્યો હતો, નામ સાંભળીને તમે પણ ચોંકી જશો
ઈરફાન ખાનને થયેલી બીમારી 1 લાખમાંથી માત્ર 5 લોકોને થાય છે, જાણો આ બીમારી વિશે
View More »

Related Stories