અખિલેશ બનશે મુખ્યમંત્રી, મોદીએ દેશને દગો આપ્યો: રામ જેઠમલાણી

By: abpasmita.in | Last Updated: Friday, 17 February 2017 2:49 PM
અખિલેશ બનશે મુખ્યમંત્રી, મોદીએ દેશને દગો આપ્યો: રામ જેઠમલાણી

નવી દિલ્લી: એક સમયે પ્રધાનમંત્રી મોદીના નજીકના અને દિગ્ગજ વકીલ અને રાજ્યસભાના સાંસદ રામ જેઠમલાણીએ પ્રધાનમંત્રીને લઈને મોટુ નિવેદન આપ્યુ છે. ભોપાલમાં મીડિયા સાથેની વાતચીતમાં રામ જેઠમલાણીએ જાહેરાત કરી કે યૂપીની ચૂંટણી અખિલેશ યાદવ જીતવાના છે.

રામજેઠમલાણીએ કહ્યું મને લાગે છે કે સૌથી સારા ઉમેદવાર અખિલેશ છે. મે તેમના માટે કામ કર્યું છે, હુ તેમના માટે આગળ કામ પણ કરતો રહીશ. મને લાગે છે કે દેશની જનતા હવે હોશિયાર છે તે દુષ્ટ લોકોને સત્તામાં નહી લાવે. હુ અખિલેશની જીતની પ્રાર્થના કરુ છું. ઉત્તર પ્રદેશની આ જીત નક્કી કરશે કે 2019માં શું થવાનું છે.

પ્રધાનમંત્રી મોદીને લઈને પ્રશ્ન પૂછવામાં આવતા રામ જેઠમલાણીએ કહ્યું તેમની પાસે માત્ર વાતો છે અને એ વાતનો કોઈ મતલબ નથી. તેમણે દેશની જનતાને દગો આપ્યો, સેનાને દગો આપ્યો છે. રામ જેઠમલાણીએ કહ્યું, મારા મતે પંજાબમાં એક વખતે આમ આદમી પાર્ટીની જીતની આશા ન હતી પરંતુ હાલના સમયમાં તેમણે સરસ કેંપેન કર્યું છે. ઉત્તર પ્રદેશમાં અખિલેશ જીતશે કારણ કે તે સ્વચ્છ પ્રતિભા ધરાવે છે.

ઉલ્લેખનિય છે કે રામ જેઠમલાણીના સુર હાલમાં બદલાયેલા જોવા મળે છે પરંતુ એક સમયે તેઓ પ્રધાનમંત્રી મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાંથી રાજયસભાના સાંસદ રહી ચુક્યા છે. રામ જેઠમલાણીના હુમલાઓ ભાજપ પર વધ્યા છે.જેઠમલાણી હાલ આરજેડીમાથી રાજ્યસભાના સાંસદ છે.

First Published: Friday, 17 February 2017 2:49 PM

ટોપ ફોટો

રાજકોટ શાર્પશૂટર મામલે મોટો ખુલાસો, અનિસ ઇબ્રાહિમ અને અશફાક ખત્રી વચ્ચે હતી ધંધાકીય અદાવત
કોણ છે આ જામનગરના ઉદ્યોગપતિ, જેને મારવા માટે ડી-ગેંગને અપાઇ 10 લાખની સોપારી? જાણો
ટ્રેન ટિકિટ એપ્રિલ બાદ ફરી થશે મોંઘી, નુકસાનને કારણે રેલવે લેશે આ નિર્ણય
View More »

Related Stories

જામનગરના અશફાક ખત્રીને પૂછપરછ માટે રાજકોટ લવાયો, ATS પણ હાજર
જામનગરના અશફાક ખત્રીને પૂછપરછ માટે રાજકોટ લવાયો, ATS પણ હાજર

રાજકોટ: રાજકોટ પોલીસે જામનગરના વેપારી અશફાક ખત્રીને મારવા આવનારા ડી

કોણે આપી હતી જામનગરના વ્યાપારીની હત્યાની સોપારી, જુઓ વીડિયો
કોણે આપી હતી જામનગરના વ્યાપારીની હત્યાની સોપારી, જુઓ વીડિયો

રાજકોટઃ રાજકોટ પોલીસે અમદાવાદ-રાજકોટ હાઇવે પરથી એક ખાનગી બસમાં મુસાફરી

Recommended