મોહન ભાગવતે ફરી ઉઠાવ્યો રામ મંદિરનો મુદ્દો, કહ્યું- જ્યાં મંદિર હતું ત્યાં ફરી બનાવીશું

By: abpasmita.in | Last Updated: Monday, 16 April 2018 8:51 AM
મોહન ભાગવતે ફરી ઉઠાવ્યો રામ મંદિરનો મુદ્દો, કહ્યું- જ્યાં મંદિર હતું ત્યાં ફરી બનાવીશું

પાલઘરઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે રામ મંદિર બનાવવાને લઇને વધુ એકવાર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અમે અયોધ્યામાં રામ મંદિર બનાવીશું. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના દહાનૂમાં વિરાટ હિન્દુ સંમેલનને સંબોધિત કરતા ભાગવતે કહ્યું કે, રામ મંદિર ફરીથી બનાવવામાં ન આવ્યું તો આપણી સંસ્કૃતિની મૂળિયા કપાઇ જશે.આરએસએસ પ્રમુખે કહ્યું કે, ભારતમાં મુસ્લિમ સમુદાયે રામ મંદિર તોડ્યું નથી. ભારતીય નાગરિક આ પ્રકારનું કાર્ય કરી શકે નહીં. ભારતીયોનું મનોબળ તોડવા માટે વિદેશી તાકાતોએ મંદિરો તોડ્યા હતા.

તેમણે કહ્યું કે, પરંતુ આજે અમે આઝાદ છીએ. આપણે તેને ફરીથી બનાવવાનો અધિકાર છે જેને તોડી પાડવામાં આવ્યું હતું. કારણ કે તે ફક્ત મંદિર જ નહી પરંતુ આપણી ઓળખનું પ્રતિક છે. તેમાં કોઇ શંકા નથી કે મંદિર ત્યાં જ બનાવવામાં આવશે જ્યાં તે અગાઉ હતું. દેશમાં કેટલાક ભાગમાં બનેલી જાતીય હિંસાઓ માટે આરએસએસ વડાએ વિપક્ષી પાર્ટીઓને જવાબદાર ઠેરવી હતી.અયોધ્યાના રામ મંદિર અને બાબરી મસ્જિદનો મુદ્દો હાલમાં સુપ્રીમ કોર્ટમાં છે. તમામ દળોનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટનો જે નિર્ણય આવશે એ તમામ પક્ષ માન્ય રાખશે.

 

First Published: Monday, 16 April 2018 8:51 AM

ટોપ ફોટો

મેચ બાદ પ્રિટી ઝિંટા દોડીને કોને ભેટી પડી ને કયા ખેલાડી સાથે કર્યું ‘બલ્લે બલ્લે’, જાણો વિગત
મેરેજ પહેલાં જોવા મળ્યો સોનમ કપૂરનો ગ્લેમરસ અંદાજ, જુઓ તસવીરો
હવે સુનીલ ગ્રોવર જોવા મળશે નવા અવતારમાં, આ ફિલ્મમાં બનશે સલમાન ખાનનો મિત્ર
View More »

Related Stories

એકજ દિવસમાં 'ન્યૂઝીલેન્ડ'ના આ 2 સ્ટાર ખેલાડીઓએ ક્રિકેટને કહ્યું અલવિદા, જાણો કોણ
એકજ દિવસમાં 'ન્યૂઝીલેન્ડ'ના આ 2 સ્ટાર ખેલાડીઓએ ક્રિકેટને કહ્યું...

નવી દિલ્હીઃ ક્રિકેટ માટે ગુરુવારનો દિવસ સંન્યાસ માટે ખાસ રહ્યો. એકજ