RSS વડા મોહન ભાગવતે કહ્યું-સૈન્ય 6 મહિનામાં થશે તૈયાર, આપણને તૈયાર થતાં લાગશે 3 દિવસ

By: abpasmita.in | Last Updated: Monday, 12 February 2018 8:05 AM
RSS વડા મોહન ભાગવતે કહ્યું-સૈન્ય 6 મહિનામાં થશે તૈયાર, આપણને તૈયાર થતાં લાગશે 3 દિવસ

નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરમાં આર્મી કેમ્પ થયેલા આતંકી હુમલા બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન  ભાગવતે એક મોટુ નિવેદન આપ્યું છે. બિહારના મુઝફ્ફરપુરમાં ભાગવતે કહ્યું કે, તેમનું સંગઠન આર્મી સંગઠન નથી પરંતુ દેશને જરૂર પડી તો તેમના સ્વયંસેવકો સૈન્ય અગાઉ ત્રણ દિવસમાં જ તૈયાર થઇ જશે.

મોહન ભાગવતે બિહારના મુઝફ્ફરપુરમાં સ્વયંસેવકોને અનુશાસનના પાઠ ભણાવતા કહ્યું કે, આપણે મિલિટ્રી સંગઠન નથી પરંતુ આપણી ડિસિપ્લિન તેમના જેવી છે. એટલું જ નહી ભાગવતે સૈન્ય અગાઉ પોતાના સ્વયંસેવકો તૈયાર થઇ જશે તેવો દાવો કર્યો હતો. ભાગવતે કહ્યું કે, જો દેશને જરૂર પડી અને આપણુ બંધારણ અને કાયદો મંજૂરી આપે તો આપણે તરત જ તૈયાર થઇ જવું જોઇએ.

ભાગવતે કહ્યું કે, આરએસએસના સ્વયંસેવકો માતૃભૂમિની રક્ષા માટે હસતા હસતા બલિદાન આપવા તૈયાર રહે છે. દેશમાં સંકટ સમયે સ્વયંસેવક તમામ સમયે હાજર રહે છે. ભારત-ચીનની ચર્ચા કરતા ભાગવતે કહ્યું કે, જ્યારે ચીને હુમલો કર્યો ત્યારે તો સંઘના સ્વયંસેવકોએ સરહદ પર આર્મીના આવવા સુધી લડતા રહ્યા હતા. સ્વયંસેવકોએ નક્કી કર્યું  હતું કે, જો ચીની સૈન્ય આવ્યું તો લડ્યા વિના અંદર પ્રવેશ કરવા દઇશું નહી. સ્વયંસેવકોને જ્યારે જે જવાબદારી મળે છે તેને ખૂબ સારી રીતે નિભાવે છે.

કેજરીવાલની પાર્ટી આપએ ભાગવતના આ નિવેદન પર સવાલ ઉઠાવ્યા છે. આપના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજયસિંહે કહ્યું કે, જો આ નિવેદન કોઇ અન્ય પાર્ટીના નેતાએ આપ્યું હોત તો ભાજપાના લોકો તેને પાકિસ્તાન મોકલી દેત. મીડિયા તેને ફાંસીની સજાની માંગ કરતી હોત. પરંતુ આ ભાગવતની વાત હતી. અમે આહ પણ ભરીએ છીએ તો બદનામ થઇ જઇએ છીએ અને તે ખૂન કરે છે તો પણ ચર્ચા નથી થતી.

 

First Published: Monday, 12 February 2018 8:05 AM

ટોપ ફોટો

અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાને કર્યું કારનામું, સૌછી ઓછી વયે ICC રેન્કિંગમાં પહોંચ્યો ટોપ પર
હોન્ડાએ આ બાઇકનું માત્ર 5000 રૂપિયામાં શરૂ કર્યું પ્રી બુકિંગ, 140 kg છે વજન, જાણો ફીચર્સ
ચાર બંગડીવાળી કાર કંપની લોન્ચ કરશે પોતાની પ્રથમ ઇલેક્ટ્રિક કાર, જાણો ફીચર્સ
View More »

Related Stories

INDvsSA: પ્રથમ ટી-20માં ભારતની 28 રને જીત,  ભુવનેશ્વર કુમારની 5 વિકેટ
INDvsSA: પ્રથમ ટી-20માં ભારતની 28 રને જીત, ભુવનેશ્વર કુમારની 5 વિકેટ

જોહનિસબર્ગઃટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકા સામે જ્હોનિસબર્ગના વાંડરર્સ