અયોધ્યામાં મંદિર સિવાય બિજું કંઈ નહીં બને, SCના નિર્ણય બાદ રામ મંદિર બનાવવાનું નક્કી: ભૈયાજી જોશી

By: abpasmita.in | Last Updated: Sunday, 11 March 2018 10:08 PM
અયોધ્યામાં મંદિર સિવાય બિજું કંઈ નહીં બને, SCના નિર્ણય બાદ રામ મંદિર બનાવવાનું નક્કી: ભૈયાજી જોશી

નવી દિલ્લી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના મહાસચિવ ભૈયાજી જોશીએ કહ્યું, રામ મંદિર બનાવવાનું નક્કી છે અને તે જગ્યાએ બીજું કંઇ નહીં બને પણ પ્રક્રિયા હેઠળ આગળ જવું પડશે. કોર્ટના નિર્ણય બાદ રામ મંદિરનું નિર્માણ શરુ થશે. જણાવી દઈએ આરએસએસ એ ભૈયાજી જોશીને ત્રણ વર્ષના કાર્યકાળ માટે ફરી મહાસચિવ તરીકે ચૂંટ્યા છે. તેમનો આ ચોથો કાર્યકાળ છે.

સરકાર્યવાહ ભૈયાજીએ ત્રિપુરામાં લેનિનની મૂર્તિને તોડી નાખવાની ઘટનાની ટીકા કરી હતી સાથે દેશમાં અનેક જગ્યાએ મૂર્તિ તોડવાની ઘટના પર અફસોસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કોઈ પણ પ્રકારે હિંસાનો સહારો ના લેવો જોઈએ. હવે સરકારે જોવાનું રહ્યું કે આગળ આ પ્રકારની ઘટના ના બને.

કર્ણાટકમાં ઉઠેલા લિંગાયત મુદ્દે જોશીએ કહ્યું, “અમે તેનો સ્વીકાર નથી કરતા, ભારતમાં સંપ્રદાય અલગ હોઇ શકે છે જેનો અમે સ્વીકાર કર્યો. પરંતુ, ભારતમાં બનેલા તમામ પંથ સંપ્રદાયની મૂળભૂત વાતો સમાન છે, જેના આધાર પર ઉપરના ભેદભાવો દૂર કરવા જોઇએ.”

First Published: Sunday, 11 March 2018 10:04 PM

ટોપ ફોટો

વિરાટ કોહલી જે મોંઘી બ્રાન્ડનું પાણી પીવે છે તે પણ નથી સુરક્ષિત: રિપોર્ટ
JIOનો આઈડિયા મુકેશ અંબાણીને કોણે આપ્યો હતો, નામ સાંભળીને તમે પણ ચોંકી જશો
ઈરફાન ખાનને થયેલી બીમારી 1 લાખમાંથી માત્ર 5 લોકોને થાય છે, જાણો આ બીમારી વિશે
View More »

Related Stories