ઋષિ કપૂરે ફારૂક અબ્દુલ્લાનું કર્યું સમર્થન, કહ્યું- ‘જમ્મૂ-કાશ્મીર અમારું અને પાક નિયંત્રણવાળું કાશ્મીર તેમનું’

By: abpasmita.in | Last Updated: Sunday, 12 November 2017 6:36 PM
ઋષિ કપૂરે ફારૂક અબ્દુલ્લાનું કર્યું સમર્થન, કહ્યું- ‘જમ્મૂ-કાશ્મીર અમારું અને પાક નિયંત્રણવાળું કાશ્મીર તેમનું’

મુંબઈ: બોલીવુડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરે ટ્વિટ કરી જમ્મૂ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાના નિવેદનનું સમર્થન કર્યું છે. જેમાં તેમણે કહ્યું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પાકિસ્તાનનું જ છે.

ઋષિ કપૂરે કહ્યું કે, “અબ્દુલ્લાજી સલામ! તમારી સાથે હું સંપૂર્ણ રીતે સહમત છું. જમ્મુ કાશ્મીર અમારું છે અને પાકિસ્તાન નિયંત્રણવાળું કાશ્મીર તેમનું છે. આ એક ઉપાય છે જેમાં આપણે આ સમસ્યાનું સમાધાન કરી શકીએ છે.”

ઋષિ કપૂરે પોતાના ટ્વિટમાં આ પણ કહ્યું કે મરતા પહેલા એક વખત પાકિસ્તાન જવા માગે છે. ઋષિએ ટ્વિટ કર્યું કે, “હું 65 વર્ષનો છું અને મરતા પહેલા પાકિસ્તાન જોવા માગું છું. ઈચ્છું છું કે મારા બાળકો પણ પોતાની ધરોહર જોય. બસ તમે કરાવી દો.”

ઉલ્લેખનીય છે. હાલમાંજ ફારુક અબ્દુલ્લાએ કહ્યું હતું કે પાકિસ્તાન પણ કાશ્મીર વિવાદનો ભાગ છે. તેમણે કહ્યું કે અડધું કાશ્મીર પાકિસ્તાન પાસે છે અને અડધું ભારત પાસે. કાશ્મીરનો જે ભાગ પીઓકે પાકિસ્તાન પાસે છે તે તેની પાસેજ રહેશે. સાથે એ પણ કહ્યું કે કાશ્મીરનો અડધો ભાગ ભારત પાસે રહેશે. જે ભારતનો જ રહેશે.

First Published: Sunday, 12 November 2017 6:15 PM

ટોપ ફોટો

આજે ભારતીય ક્રિકેટર ભુવનેશ્વર કુમારના લગ્ન, પ્રભુતામાં પાડશે પગલા
ગેસ વિવાદ મુદ્દે હાઈ કોર્ટે મુકેશ અંબાણીને આપ્યો ઝાટકો, જાણો શું કહ્યું....
ફરી એકવાર મેદાન પર આમને-સામને થશે વીરેન્દ્ર સેહવાગ અને શોએબ અખ્તર
View More »

Related Stories

IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ
IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ

કોલકાતા: શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો કરવામાં આવી હતી. ટેસ્ટ મેચના

57 સિક્સર, 27 ચોગ્ગા સાથે બનાવ્યો વનડે ક્રિકેટનો સૌથી હાઈએસ્ટ સ્કોર, જાણો કોણ છે ક્રિકેટર
57 સિક્સર, 27 ચોગ્ગા સાથે બનાવ્યો વનડે ક્રિકેટનો સૌથી હાઈએસ્ટ સ્કોર,...

નવી દિલ્લી: સાઉથ આફ્રિકાના 20 વર્ષના ક્રિકેટર શેન ડેડ્સવેલે ક્લબ મેચ

LIVE Ind Vs SL: શિખર ઘવન, રાહુલની શાનદાર બેટિંગ, કોલકતા મેચ ડ્રો તરફ
LIVE Ind Vs SL: શિખર ઘવન, રાહુલની શાનદાર બેટિંગ, કોલકતા મેચ ડ્રો તરફ

કોલકતા:  વરસાદથી પ્રભાવિત કોલકાતા ટેસ્ટ મેચ હાલમાં ડ્રો તરફ જતી નજર આવી રહી