સાક્ષી મહારાજ બોલ્યા- ‘ભાજપે નથી આપ્યું રામ મંદિર બનાવવાનું વચન’

By: abpasmita.in | Last Updated: Monday, 20 March 2017 5:23 PM
સાક્ષી મહારાજ બોલ્યા- ‘ભાજપે નથી આપ્યું રામ મંદિર બનાવવાનું વચન’

લખનઉ: ઉત્તર પ્રદેશમાં નવા મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથે શપથ ગ્રહણ કર્યા છે. યોગી આદિત્યનાથના મુખ્યમંત્રી બન્યા બાદ સાક્ષી મહારાજનું કહેવું છે કે ભાજપે સત્તામાં આવતા પહેલા જે વચનો આપ્યા છે તે પૂર્ણ કરવામાં આવશે.

સાક્ષી મહારાજનું કહેવું છે કે રામ મંદિર બનાવવાને લઈને ભાજપે ક્યારેય કોઈ વચન નથી આપ્યું. તેમણે કહ્યું, રામ મંદિર બનાવવા મુદ્દે જે અડચણો છે તેને દૂર કરવામા આવશે. સાક્ષી મહારાજે કહ્યું, હવે કેંદ્ર અને રાજ્યમાં અમારી સરકાર છે અને હવે આ અડચણો દૂર કરવામાં આવશે. સાક્ષી મહારાજે કહ્યું, આ ખૂબ જ જૂનો રોગ છે, તેને ખત્મ કરવામા વાર લાગશે, થોડો સમય આપવો જોઈએ.

ટ્રિપલ તલાક પર સાક્ષી મહારાજે કહ્યું, તેના સંબંધિત જે પણ વાયદાઓ સત્તામાં આવ્યા પહેલા કરવામાં આવેલા છે તે તમામ વાયદાઓને પૂરા કરવા માટે અમારી સરકાર પ્રતિબધ્ધ છે.

First Published: Monday, 20 March 2017 5:23 PM

ટોપ ફોટો

ભારતીય મૂળના આ CEOનો વિશ્વના ટેકનોલોજી ઉદ્યોગમાં છે દબદબો, જાણો કોણ છે તે
મોરબીઃ સગીરાને બંધ ઓરડીમાં લઈ જઈને યુવકે પરાણે બાંધ્યા સંબંધ, જાણો પછી શું થયું?
લોન્ચ થયો 299 રૂપિયાનો ફોન, ઓનલાઈન Cash on Delivery પર ખરીદવાની આ છે રીત
View More »

Related Stories

ઇન્ફોસિસ 1150 રૂપિયાના ભાવે 13,000 કરોડ રૂપિયાના શેર બાયબેક કરશે
ઇન્ફોસિસ 1150 રૂપિયાના ભાવે 13,000 કરોડ રૂપિયાના શેર બાયબેક કરશે

નવી દિલ્હીઃ દેશની બીજી સૌથી મોટી સોફ્ટવેર કંપની ઇન્ફોસિસે 13,000 કરોડ