મોદીને મળી રાહત, સહારા-બિરલા ડાયરી કેસમાં તપાસ કરવાનો SCનો ઇનકાર

By: abpasmita.in | Last Updated: Wednesday, 11 January 2017 6:40 PM
મોદીને મળી રાહત, સહારા-બિરલા ડાયરી કેસમાં તપાસ કરવાનો SCનો ઇનકાર

નવી દિલ્લીઃ સહારા-બિરલા ડાયરી મામલે તપાસ કરવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. આ મામલામાં વડાપ્રધાનનું નામ લેવામાં આવ્યું હતું. આજે કોર્ટે અરજીકર્તા તરફથી રજૂ કરવામાં આવેલા પુરાવાઓને અપૂરતા ગણાવ્યા હતા.

જસ્ટીસ અરુણ મિશ્રા અને જસ્ટીસ અમિતાવ રાયની બેન્ચે કહ્યુ હતું કે, કેટલાક કાગળોના આધાર પર એફઆઇઆરનો આદેશ આપી શકાય નહીં. તેની પુષ્ટી કરતા અન્ય પુરાવાઓ જરૂરી છે. અરજીકર્તા કોમન કોઝના વકીલ પ્રશાંત ભૂષણે લગભગ 2 કલાક સુધી કોર્ટને સમજાવતા રહ્યા કે આ મામલે એફઆઇઆર દાખલ થવી જરૂરી છે. ભૂષણે કહ્યુ હતું કે, લોકો સુધી આ સંદેશો જવો જોઇએ કે કોઇ કેટલું પણ મોટું હોય કાયદાથી પર નથી.
જવાબમાં એર્ટોની જનરલ મુકુલ રોહતગીએ કહ્યું કે કોઇ પણ રેડ દરમિયાન મળેલા કાગળો તે લોકોના વિરુદ્ધ એફઆઇઆરનો આધાર બની શકે નહીં જેના નામ તે કાગળમાં લખવામાં આવ્યા છે. જો એવું કરવામાં આવ્યું તો દેશમાં લાખો કેસ દાખલ થઇ જશે. લગભગ સાડા ત્રણ કલાક ચાલેલી સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે કહ્યું કે, એ સત્ય છે કે કાયદાથી પર કોઇ નથી. અદાલત કોઇના પણ વિરુદ્ધમાં તપાસનો આદેશ આપી શકે છે પરંતુ આ માટે જરૂરી છે કે તેના વિરુદ્ધમાં યોગ્ય પુરાવાઓ હોય.

ઉલ્લેખનીય છે કે 2013 અને 2014માં બિરલા અને સહારા જૂથ પર પડેલી રેડ દરમિયાન આ દસ્તાવેજો મળ્યા હતા જેમાં વડાપ્રધાન મોદીને રૂપિયા આપ્યાનો ઉલ્લેખ કર્યો હતો.

First Published: Wednesday, 11 January 2017 6:37 PM

ટોપ ફોટો

અમદાવાદથી દિલ્હી-MP જતી ટ્રેનોમાં હવે બચશે 1 કલાકનો સમય, જાણો શું છે રેલવેની યોજના
વલસાડમાં ટેમ્પો સાથે કાર અથડાતાં બે NRI સહિત છનાં મોત
આજે ટ્રંપ બનશે અમેરિકાના પ્રમુખ, જાણો કઈ રીતે લેશે શપથ
View More »

Related Stories

20 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે, 21 ફેબ્રુઆરીએ રજૂ થશે બજેટ
20 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે, 21 ફેબ્રુઆરીએ...

ગાંધીનગર: આગામી 20મી ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થશે, ગુજરાતમાં

ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 15 માર્ચથી પરીક્ષા શરૂ થશે
ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 15 માર્ચથી પરીક્ષા શરૂ થશે

અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે ધોરણ 10 અને 12 બોર્ડની