શિવસેનાની વિચિત્ર સલાહઃ PM મોદી એક દિવસ માટે હિટલર બની જાય, ઉકેલાઇ જશે કાશ્મીર મુદ્દો

By: abpasmita.in | Last Updated: Friday, 14 July 2017 4:40 PM
શિવસેનાની વિચિત્ર સલાહઃ PM મોદી એક દિવસ માટે હિટલર બની જાય, ઉકેલાઇ જશે કાશ્મીર મુદ્દો

નવી દિલ્હીઃ અમરનાથ યાત્રા પર થયેલા આતંકી હુમલા પર મોદી સરકારના સહયોગી પક્ષ શિવસેનાએ પ્રતિક્રિયા આપી છે. શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું હતું કે, જો વડાપ્રધાન મોદી એક દિવસ માટે હિટલર બની જાય તો કાશ્મીર સમસ્યાનો એક જ દિવસમાં ઉકેલ આવી શકે છે. રાઉતે કહ્યું કે, જો વડાપ્રધાન મોદી આ મુદ્દા પર કાંઇ કરી શકશે નહી તો કોઇ અન્ય પણ કાંઇ કરી શકશે નહીં.

શિવસેના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું કે, આ સમયે કાશ્મીરમાં યુદ્ધ ચાલી રહ્યું છે. અમારી બીજેપી સાથે વિચારધારા અને વ્યક્તિગત લડાઇ નથી ના ક્યારેય હશે. જો કાશ્મીર અંગે અમે સરકારને જૂની વાતો યાદ અપાવીએ છીએ તો તેમાં લડાઇ કઇ વાતની છે. મોદીજી તમે દેશ માટે આશાની કિરણ છો. તમે કાંઇ નહીં કરી શકો તો કોઇ પણ નહી કરી શકે. સંજયે કહ્યું કે, અમે કાશ્મીરમાં શાંતિ ઇચ્છીએ છીએ, અમારા જવાનોની શહીદી બંધ થવી જોઇએ. ત્યાં યુદ્ધ નથી છતાં આપણા જવાનો સુરક્ષિત નથી.

શિવસેના નેતા સંજય રાઉતે અમરનાથ યાત્રા પર આતંકી હુમલાને લઇને મોદી સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું કે, આ દુર્ભાગ્યપૂર્ણ છે કે મોદી સરકાર હોવા છતાં આવો હુમલો થયો છે. રાઉતે કહ્યું કે, મોદી સરકારના તમામ દાવાઓ ખોટા સાબિત થયા છે.

 

First Published: Friday, 14 July 2017 4:40 PM

ટોપ ફોટો

SBIના ગ્રાહક ઝડપથી પૂરું કરી લે આ કામ, નહીં તમારું એકાઉન્ટ થશે બંધ!
સ્વામિનારાયણ મંદિરના સંતની હત્યાનું રહસ્ય ઉકેલાયું, જાણો કોણે કરી હત્યા
કોંગ્રેસે બીજી યાદી કરી જાહેર, છેલ્લી ઘડીએ આ ચાર સીટ પર ઉમેદવારો બદલ્યા
View More »

Related Stories