સરકારના સહયોગી પક્ષે મોદીના બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ‘લૂટ’ અને ‘ઠગ’ની સંજ્ઞા આપી, જાણો વિગતો

By: abpasmita.in | Last Updated: Thursday, 14 September 2017 12:38 PM
સરકારના સહયોગી પક્ષે મોદીના બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ‘લૂટ’ અને ‘ઠગ’ની સંજ્ઞા આપી, જાણો વિગતો

મુંબઈ:  કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં સત્તામાં ભારતીય જનતા પાર્ટીની સરકારની સહયોગી શિવસેનાએ બુલેટ ટ્રેનનો આકરો વિરોધ કર્યો છે. શિવસેનાએ તેમના મુખપત્ર દૈનિક ‘સામના’માં એક સંપાદકીય લેખમાં જાપાનના સહયોગથી બની રહેલી ટ્રેનનો ‘લૂટ’ અને ‘ઠગ’ની સંજ્ઞા આપી છે. શિવસેનાનો તર્ક છે કે, બુલેટ ટ્રેન બનાવનારી જાપાની કંપની ખીલીથી લઈને ટ્રેક અને તકનીકની તમામ વસ્તુઓ પોતાના દેશમાંથી જ લાવવાની છે. એટલું જ નહીં પણ મજૂરો પણ જાપાનથી જ આવનાર છે. ભૂમિપુત્રોને નોકરી આપવાનો વિરોધ પણ જાપાની કંપનીએ કર્યો છે. શિવસેના અનુસાર જમીન અને પૈસા મહારાષ્ટ્ર અને ગુજરાતના અને ફાયદો જાપાનને.

જો કે, સામનાએ પ્રધાનમંત્રીને આ પરિયોજના માટે શુભેચ્છા પણ પાઠવી છે. સાથે લખ્યું કે, ગુજરાતમાં ચૂંટણી માથા પર છે તેથી વ્યાપારી વર્ગને કંઈક તો આપવું પડે, સાથે માં જગદંબાને પ્રાર્થના કરી છે કે, બુલેટ ટ્રેન દ્વારા મુંબઈ ટ્રેનની લૂટ ના થાય, સામનાએ તેના સંપાદકીય લેખમાં આ પણ ખુલાસો કર્યો છે કે, વર્તમાન રેલમંત્રી પીયૂષ ગોયલને બુલેટ ટ્રેન માટે જ લાવવામાં આવ્યા છે.

પૂર્વ રેલમંત્રી સુરેશ પ્રભુએ એટલા માટે જવું પડ્યું કે, તેના કાર્યકાળમાં અનેક રેલ દૂર્ઘટના થઈ, પરંતુ પીયૂષ ગોયલ મંત્રી બન્યા બાદ 15 દિવસમાં જ સાત રેલવે પાટા પરથી ઉતરી પડી છે. વધુમાં લખ્યું કે, આ પરિયોજના 1 લાખ 8 હજાર કરોડની છે. કાલે તેની કિમંત વધી જશે. ગોયલ માત્ર રેલમંત્રી જ નથી પણ ભાજપના કોષાધ્યક્ષ પણ છે. તેમણે તેનો ખ્યાલ પારદર્શક રીતે રાખવો જોઈએ.

સામનાએ આ પણ યાદ અપાવ્યું છે કે, મહારાષ્ટ્રના ધારાસભ્ય અને સાંસદે પોતાના વિસ્તારમાં રેલ પરિયોજનાઓની માંગ કરી રહ્યા છે, તેને નીચે રાખી બુલેટ ટ્રેન વગર માંગ્યે મળી રહી છે. ખેડૂતોની દેવા માફીની માંગ પર કહેવામાં આવે છે કે, અરાજકતા ફેલાઈ જશે પણ વડાપ્રધાનના અમીર સપનાને લઈને 30 થી 50 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. શું આનાથી અરાજકતા નહીં ફેલાય? તેનો જવાબ જોઈએ.

ખેડૂતોના દેવા માફીની માંગ વર્ષોથી કરવામાં આવી છે જ્યારે બુલેટ ટ્રેનની માંગ કોઈએ કરી નથી. મુખપત્રમાં કહ્યું કે, મોદીનું સ્વપનું સામાન્ય જનતા માટે નથી પણ અમીરો અને વ્યાપારી વર્ગના કલ્યાણ માટે છે.

First Published: Thursday, 14 September 2017 12:35 PM

ટોપ ફોટો

હવે દારૂ ખરીદવું બનશે મુશ્કેલ, આપવું પડશે ફરજિયાત આધાર કાર્ડ
ક્રિકેટર શ્રીસંતે BCCI ને કહ્યું- ભીખ નથી માંગી રહ્યો, બસ રોજી-રોટી પાછી માગું છું
પંજાબની સહરદ પર 2 પાકિસ્તાની ઘુસણખોરોને BSFના જવાનોએ કર્યા ઠાર
View More »

Related Stories

એનડી તિવારીની તબિયત નાજુક, મેક્સ હોસ્પિટલના ICUમાં દાખલ
એનડી તિવારીની તબિયત નાજુક, મેક્સ હોસ્પિટલના ICUમાં દાખલ

નવી દિલ્લી: ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ દત્ત

નવરાત્રી પહેલા રેલ્વે કર્મચારીઓને મોદી સરકારે આપી દિવાળી બોનસ
નવરાત્રી પહેલા રેલ્વે કર્મચારીઓને મોદી સરકારે આપી દિવાળી બોનસ

નવી દિલ્લી: કેન્દ્રના રેલવે કર્મચારીઓને મોદી સરકાર દ્વારા દિવાળીની બોનસ

નિકાહના નામે યુવતીઓનો સોદો કરનાર અરબ દેશોથી આવેલા 8 શેખોની હૈદરાબાદમાં ધરપકડ
નિકાહના નામે યુવતીઓનો સોદો કરનાર અરબ દેશોથી આવેલા 8 શેખોની...

હૈદરાબાદ: હૈદરાબાદ પોલીસે નિકાહના બહાને સગીર યુવતીઓના સોદા કરી તેમને

J&K: પૂંચમાં પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, ફાયરિંગમાં બે જવાન સહિત પાંચ ઇજાગ્રસ્ત
J&K: પૂંચમાં પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, ફાયરિંગમાં બે...

પૂંચઃ પાકિસ્તાને ફરી એકવાર યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. પાકિસ્તાને પૂંચ

રામ રહીમને લઈને થયો મોટો ખુલાસો, ડેરા મુખ્યાલયની જમીનમાં 600 લોકોના હાડપિંજર છે દફન
રામ રહીમને લઈને થયો મોટો ખુલાસો, ડેરા મુખ્યાલયની જમીનમાં 600 લોકોના...

ચંદીગઠ: ડેરા સચ્ચા સૌદાના ચેરપર્શન વિપશ્યના ઈંસા અને વાઈસ પ્રેસિડેન્ટ ડૉ

બિહારઃ ઉદ્ધાટન અગાઉ 389 કરોડમાં બનેલો ડેમ તૂટ્યો, વિપક્ષે ઉઠાવ્યો ભ્રષ્ટાચારનો મુદ્દો
બિહારઃ ઉદ્ધાટન અગાઉ 389 કરોડમાં બનેલો ડેમ તૂટ્યો, વિપક્ષે ઉઠાવ્યો...

પટણાઃ બિહારના મુખ્યમંત્રી ભલે ભ્રષ્ટાચાર પર જીરો ટોલરન્સની વાતો કરતા હોય

મુંબઇમાં ભારે વરસાદને કારણે જનજીવન ઠપ્પ, સ્કૂલ-કોલેજો બંધ કરાઇ
મુંબઇમાં ભારે વરસાદને કારણે જનજીવન ઠપ્પ, સ્કૂલ-કોલેજો બંધ કરાઇ

મુંબઇઃ મુંબઇમાં ફરીવાર ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે અનેક

ભાજપ-શિવસેના ગઠબંધન સંકટમાં, દશેરા પહેલા કોઈ નિર્ણય લઈ શકે છે ઉદ્ધવ ઠાકરે : સુત્ર
ભાજપ-શિવસેના ગઠબંધન સંકટમાં, દશેરા પહેલા કોઈ નિર્ણય લઈ શકે છે ઉદ્ધવ...

મુંબઈ: મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના ગઠબંધનમાં ફરિ એકવાર સંકટ જોવા મળી