UP: યમુના એક્સપ્રેસ હાઇવે પર કાર રોકી પરિવારને લૂંટ્યો, એકની હત્યા, મહિલાઓ પર ગેંગરેપ

By: abpasmita.in | Last Updated: Thursday, 25 May 2017 1:02 PM
UP: યમુના એક્સપ્રેસ હાઇવે પર કાર રોકી પરિવારને લૂંટ્યો, એકની હત્યા, મહિલાઓ પર ગેંગરેપ

ગ્રેટર નોઇડાઃ દિલ્હીથી આગ્રાને જોડનારા યમુના એક્સપ્રેસ હાઇવેની પાસે કારમાં જઇ રહેલા એક પરિવારને બંધર બનાવીને લૂંટ ચલાવી હોવાની ઘટના બની છે. લૂંટનો વિરોધ કરી રહેલા એક વ્યક્તિની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. પીડિતોએ દાવો કર્યો છે કે કારમાં સવાર મહિલાઓ પર હુમલાખોરોએ રેપ કર્યો છે. જોકે, પોલીસે હજુ સુધી રેપની પુષ્ટી કરી નહોતી.

ઘટના મોડી રાત્રે દોઢ વાગ્યાની છે. મારૂતી ઇકોમાં સવાર થઇને આઠ લોકો જેવરથી બુલંદશહેર જઇ રહ્યા હતા. દરમિયાન રસ્તામાં ગાડીના બે ટાયર પંક્ચર થયા હતા જેને કારણે ગાડી રોકાઇ ગઇ હતી. પંક્ચર પડ્યા બાર કારના ડ્રાઇવરે કાર માલિકને ફોન પણ કર્યો હતો. દરમિયાન હુમલાખોરો ત્રાટક્યા હતા અને લૂંટ કરવા લાગ્યા હતા. ડ્રાઇવરે જ્યારે લૂંટનો વિરોધ કર્યો તો તેની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી.

પીડિત પરિવારના કહેવા પ્રમાણે, અમે ચાર પુરુષો અને ચાર મહિલાઓ જેવરથી બુલંદશહેર જઇ રહ્યા હતા. જે દરમિયાન પાંચ લોકોએ અમારી સાથે લૂંટ મચાવી હતી. અમને બાંધીને મારપીટ પણ કરી હતી. ત્યારબાદ મહિલાઓને અન્ય સ્થળે લઇ જઇ તેમના પર રેપ ગુજાર્યો હતો.

પોલીસના કહેવા પ્રમાણે, જેવરના રહેવાસી શકીલ કુરૈશીના સંબંધી જનપદ બુલંદશહેરની એક હોસ્પિટલમાં ભરતી હતા. તેમની તબિયત ખરાબ હોવાથી તેઓ મોડી રાત્રે કાર લઇને જઇ રહ્યા હતા. ત્યારે સાબૌતા ગામ નજીક આરોપીઓએ કારના ટાયરને ગોળી મારી હતી. જેવી કાર રોકાઇ કે હથિયાર લઇને લૂંટારા ત્રાટક્યા હતા લૂંટ ચલાવી હતી. હુમલાખોરોએ શકીલ કુરૈશીને ગોળી મારી દીધી અને 44 હજાર રોકડા અને મહિલાઓના ઘરેણાની લૂંટ ચલાવી હતી. પોલીસે પીડિત મહિલાઓની મેડિકલ તપાસ કરાવી રહી છે.

 

First Published: Thursday, 25 May 2017 1:02 PM

ટોપ ફોટો

SBIના ગ્રાહક ઝડપથી પૂરું કરી લે આ કામ, નહીં તમારું એકાઉન્ટ થશે બંધ!
સ્વામિનારાયણ મંદિરના સંતની હત્યાનું રહસ્ય ઉકેલાયું, જાણો કોણે કરી હત્યા
કોંગ્રેસે બીજી યાદી કરી જાહેર, છેલ્લી ઘડીએ આ ચાર સીટ પર ઉમેદવારો બદલ્યા
View More »

Related Stories