દિલ્લીમાં ધુમ્મસનો કહેર, કેજરીવાલે કહ્યું-શાળાઓ બંધ રહે

By: abpasmita.in | Last Updated: Tuesday, 7 November 2017 3:06 PM
દિલ્લીમાં ધુમ્મસનો કહેર, કેજરીવાલે કહ્યું-શાળાઓ બંધ રહે

નવી દિલ્લી: દિલ્લીમાં  છેલ્લા બે દિવસથી પ્રદુષણનું સ્તર ફરી વધી ગયુ છે. ઝેરી ધુમાડો અને સ્મોગને કારણે આજે વિવિધ વિસ્તારોમાં વિઝીબીલીટી ૧૦૦ મીટરથી પણ ઓછી રહી હતી. લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શિક્ષણમંત્રી મનિષ સિસોદિયાને શાળાઓ બંધ રાખવા પર વિચાર કરવા કહ્યું છે.  આજે સવારે દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં હવામાં પ્રદુષણનું સ્તર ઘણુ ખતરનાક જોવા મળ્યુ હતુ. ધુમ્મસને કારણે ઇન્ડિયા ગેટ, રાષ્ટ્રપતિ ભવન જેવી બિલ્ડીંગોને નજીકથી જોવાનુ મુશ્કેલ બની ગયુ હતુ.

દિલ્લીમાં આવનારા ૪-પ દિવસ  તેમા કોઇ સુધારો થવાની શકયતા નથી. આજે સવારે પવન ઓછો હોવાથી વિઝીબીલીટી ખરાબ હતી. નોઇડામાં પણ આવી જ સ્થિતિ જોવા મળી છે.

ઇન્ડિયન મેડીકલ એસો.એ અપીલ કરી છે કે, સ્કુલોમાં આઉટડોર ગેમ્સ ઉપર પ્રતિબંધ મુકવો જોઇએ. મોર્નીંગ વોક કરનારા લોકોનું કહેવુ છે કે આજની સવાર અલગ જોવા મળી રહી છે. દિલ્હી ઉપરાંત એનસીઆરમાં પ્રદુષણ લેવલે મુશ્કેલી વધારી છે.

 

First Published: Tuesday, 7 November 2017 3:03 PM

ટોપ ફોટો

આજે ભારતીય ક્રિકેટર ભુવનેશ્વર કુમારના લગ્ન, પ્રભુતામાં પાડશે પગલા
ગેસ વિવાદ મુદ્દે હાઈ કોર્ટે મુકેશ અંબાણીને આપ્યો ઝાટકો, જાણો શું કહ્યું....
ફરી એકવાર મેદાન પર આમને-સામને થશે વીરેન્દ્ર સેહવાગ અને શોએબ અખ્તર
View More »

Related Stories

IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ
IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ

કોલકાતા: શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો કરવામાં આવી હતી. ટેસ્ટ મેચના

57 સિક્સર, 27 ચોગ્ગા સાથે બનાવ્યો વનડે ક્રિકેટનો સૌથી હાઈએસ્ટ સ્કોર, જાણો કોણ છે ક્રિકેટર
57 સિક્સર, 27 ચોગ્ગા સાથે બનાવ્યો વનડે ક્રિકેટનો સૌથી હાઈએસ્ટ સ્કોર,...

નવી દિલ્લી: સાઉથ આફ્રિકાના 20 વર્ષના ક્રિકેટર શેન ડેડ્સવેલે ક્લબ મેચ

LIVE Ind Vs SL: શિખર ઘવન, રાહુલની શાનદાર બેટિંગ, કોલકતા મેચ ડ્રો તરફ
LIVE Ind Vs SL: શિખર ઘવન, રાહુલની શાનદાર બેટિંગ, કોલકતા મેચ ડ્રો તરફ

કોલકતા:  વરસાદથી પ્રભાવિત કોલકાતા ટેસ્ટ મેચ હાલમાં ડ્રો તરફ જતી નજર આવી રહી