સંસદના સેન્ટ્રલ હોલમાં PM મોદીએ કહ્યું- 'દેશમાં બેકવર્ડની નહી પણ ફોરવર્ડની સ્પર્ધા કરવી જોઇએ'

By: abpasmita.in | Last Updated: Saturday, 10 March 2018 1:41 PM
સંસદના સેન્ટ્રલ હોલમાં PM મોદીએ કહ્યું- 'દેશમાં બેકવર્ડની નહી પણ ફોરવર્ડની સ્પર્ધા કરવી જોઇએ'

નવી દિલ્હીઃ સંસદના સેન્ટ્રલ હોલમાં વડાપ્રધાન મોદીએ વિકાસના મુદ્દા પર પછાત જિલ્લાઓના 101 સાંસદો અને ધારાસભ્યો સાથે વાતચીત કરી હતી. વડાપ્રધાન મોદીએ જિલ્લામાં તૈનાત મોટી ઉંમરના અધિકારીઓનો વિકાસમાં અડચણરૂપ માન્યા હતા અને જવાન અધિકારીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મોદીએ કહ્યું કે, જો તમામ બાળકોને શિક્ષણ મળે છે તો એ સામાજિક ન્યાયની દિશામાં એક પગલું હશે.. તમામ ઘરોમાં વિજળી મળે છે તો તે પણ સામાજિક ન્યાય તરફ વધુ એક પગલું હશે. વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, આપણે દેશમાં બેકવર્ડની સ્પર્ધા કરવી નથી પરંતુ દેશમાં ફોરવર્ડની સ્પર્ધા કરવી છે.

વડાપ્રધાને કહ્યું કે, જ્યારે આપણે સામાજિક ન્યાયની વાત કરવી છે તો સમાજની અવસ્થા સુધી સિમિત રહે છે. જ્યારે એક ઘરમાં વિજળી છે અને તેની બાજુમાં આવેલા ઘરમાં વિજળી નથી તો શું એ જવાબદારી નથી બનતી કે ત્યાં વિજળી હોવી જોઇએ. જો પાંચ જિલ્લાનો વિકાસ થયો છે અને ત્રણ જિલ્લાનો નથી થયો તો એનો અર્થ એ થયો કે આ ત્રણ જિલ્લાને પણ એ પાંચ જિલ્લાની બરોબરમાં લાવી શકાય છે. જો રાજ્યના કેટલાક જિલ્લામાં સારો વિકાસ છે તો એનો અર્થ છે કે રાજ્યની અંદર પોર્ટેશલ છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, બે જિલ્લા કે બે રાજ્યો પાસે સંસોધન યોગ્ય છે છતાં એક આગળ અને એક પાછળ છે તો એનું શું કારણ છે. કારણ સંસાધન નહી પરંતુ ગર્વનન્સ છે.લીડરશીપ, ઇમ્પ્લીમેન્ટેશન વગેરે તેનું કારણ હોઇ શકે છે. 40-45 ઉંમરના અધિકારીઓ પાસે અનેક ચિંતાઓ હોય છે. સ્ટેટ કેડરના પ્રમોટી ઓફિસરને જ બેકવર્ડ જિલ્લાઓમાં મોકલવામાં આવે છે. હું આ અંગે મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી રહ્યો છું.

First Published: Saturday, 10 March 2018 11:18 AM

ટોપ ફોટો

નિદાહાસ ટ્રોફીઃ આજે ભારત-બાંગ્લાદેશ વચ્ચે ફાઇનલ, બની શકે છે અનેક રેકોર્ડ
સુરતઃ 20 કરોડના હીરાની લૂંટનો ભેદ ઉકેલવામાં પોલીસને મળી સફળતા, જાણો ક્યાંથી મળ્યા હીરા
બાંગ્લાદેશના બે ખેલાડીને ICCએ કેમ ફટકારી સજા, જાણો શું છે મામલો
View More »

Related Stories

નિદાહાસ ટ્રોફી: શ્રીલંકાને બે વિકેટે હરાવી બાંગ્લાદેશ પહોચ્યું ફાઈનલમાં, 18મીએ ભારત સાથે ટકરાશે
નિદાહાસ ટ્રોફી: શ્રીલંકાને બે વિકેટે હરાવી બાંગ્લાદેશ પહોચ્યું...

કોલંબો: બાંગ્લાદેશ અને શ્રીલંકાની વચ્ચે રમાયેલી નિદાહાસ ટ્રાઈ સીરીઝની